જામ્યુકોના એસ્ટેટ શાખામાં ફરી રાજભા,સુનીલભાઈ અને યુવરાજસિંહ ઝાલા મુકાયા

0
1077

જામનગર મહાનગરપાલિકામાં અગાઉ શાખામાં ફરજ બજાવતા રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહ ઝાલાની એસ્ટેટને લગત કામમાં ફાળવણી કરતા મ્યું.કમિશનર

તા.8/03/21 ના રોજ રાજભા ચાવડા અને સુનીલ ભાનુશાળીની બદલી થઇ હતી.. 9 માસ બાદ ફરી બંને ફરજ ફાળવણી કરતા શહેરની કથળેલી વ્યવસ્થામાં સુધારો આવશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રર.અગાઉના મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ દ્વારા રાજકીય ચૌદસની કિન્નાખોરીથી બદલી કર્યા બાદ નવનિયુક્ત કમિશનર વિજય ખરાડીએ “જ્ય” અને “વિરૂ” ની ટેકનિકલ ઓર્ડરથી ફરજ ફાળવણી કરતા વિરોધીઓમાં સોપો પડી ગયો છે.!બંને અધિકારીની બદલી બાદ મનપા મનપાની એસ્ટેટનું અસ્તિત્વ જોખમમાં હોય તેવું લાગી રહ્યું હતું.! તેવામાં રાજભા અને સુનીલ ભાનુશાળીની એસ્ટેટ ને લગત કામમાં ફાળવણી થતાં માથાના દુખાવા સમાન શહેરની સમસ્યાથી છુટકારો મળે તેવી આશા સેવાઈ રહી છે.જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખામાં અગાઉ ફરજ બજાવતા રાજભા ચાવડા અને સુનિલભાઇ ભાનુશાળીની તા.8/03/21 ના રોજ વહીવટી સરળતા ખાતર અન્ય શાખામાં બદલી કરવામાં આવી હતી બદલી સાથે જ એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષક નો ચાર્જ નો રાજેન્દ્રસિંહ સતાજી જાડેજા સોંપવામાં આવ્યો હતો 9-મહિના બાદ ફરી એસ્ટેટના લગત કામમાં ફરજ ફાળવણી કરતા જ શહેર બેફામ બનેલા દબાણકર્તા ઉપર નિયંત્રણ આવશે.

શહેરમાં બેફામ બનેલા દબાણ કરતા જાહેર સ્થળોમાં ગંદકી કરતા ભિક્ષુકો, અડચણરૂપ રેકડીધારકો તેમજ પથારાવાળાએ ના અંડીગા ની સમસ્યા રોજિંદી બની ગઇ છે તેવામાં વહીવટી સરળતા ખાતર મનપાના બંને કર્મચારીની એસ્ટેટમાં ફરજ ફાળવણી કરવામાં આવેલ છે.

થોડા દિવસ પહેલા જામનગરના ગાંધીનગર ખાતે દબાણ કામગીરી દરમિયાન એસ્ટેટ ઓફિસર પર થયેલા હુમલાને લઇ મનપાની ગારૂ-ભાંડતી અને સીધી પબ્લિક સાથે ઘર્ષણ સર્જતી એસ્ટેટ શાખામાં નોકરી કરવી તે પડકારરૂપ હોય, તેવામાં ફરી એસ્ટેટમાં ૩ કર્મચારી ફાળવતા શહેરની સમસ્યા માં સુધારો થશે.

આજ રોજ જામનગર મ્યુનિસિપલ કમિશ્નરે ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર રાજેન્દ્રસિંહ બી ચાવડા (રાજભા) ને પોતાની મૂળભૂત ફરજ સાથે જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં એસ્ટેટ ઓફિસરની મદદમાં રહી સકોરીટી પુરી પાડવા સાથે સહકાર આપવો તથા  સુનિલ ભાનુશાળી (દબાણ નિરીક્ષક) તથા યુવરાજસિંહ એસ ઝાલાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ સાથે જામનગર મહા નગરપાલિકાના વિસ્તારમાં આરોગ્યને હાનિકર્તા તથા ગંદકી અને ઉપદ્રવ ફેલાવતા હાય તેવા સ્થળોએ જરૂરી કામગીરી કરવામાં સહકાર આપવા ફરજ ફોળવણી કરવામાં આવી છે.