ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી જુગારધામની રેઇડ : સૌરાષ્ટ્ર સહિત ૧૭ર પન્ટરો પકડાયા

0
1820

ગુજરાતમાં જુગાર ઉપર પોલીસની સૌથી મોટી રેઇડ: 172થી વધુ જુગારીઓની ધરપકડ

દરિયાપુર તંબુ પોલીસ ચોકી 100 મીટર નજીક આવેલ મનપસંદ જીમ ખાનામાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ ગોવિંદ ઉર્ફે ગામા પટેલના જુગારના અડ્ડા પર રેડ

જુગારના અડ્ડાની બહાર 16 સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા

અમદાવાદ: અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચાલતા મનપસંદ જુગારધામ પર રેડ પાડતા જ જુગારી નાસભાગ મચી ગઇ હતી. સોમવારે વહેલી સવાર સુધી સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી ચાલી હતી. જીમખાનાની આડમાં જુગારધામ ધમધમતું હતુ. દરિયાપુર તંબુ પોલીસ ચોકી 100 મીટર નજીક આવેલ મનપસંદ જીમ ખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ દરમિયાન લગભગ 172 જેટલા જુગારીઓને ઝડપી પડ્યા છે. મનપસંદ જીમખાના દ્વારા અલગ અલગ સાત બિલ્ડિંગમાં આ જુગારધામ ચલાવાતું હતું. આ જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ચલવતો હતો.પોલીસએ તેને પણ ઝડપી પાડયો છે. જુગારધામમાંથી 2 લાખ રોકડા 15 વાહનો મળી આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આટલી મોટી રેડ અને આટલા મોટા માત્રામાં જુગારીઓ પકડાયા એવો પહેલો કેસ નોંધાશે.

શહેરના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી જ્યોતિબેન પટેલે પોતાની ટીમ સાથે રાખીને દરોડા પાડ્યા હતા.સ્ટેટ મોનટીરીંગ સેલની ટીમે 7થી વધુ બિલ્ડિંગમાં રેડ કરીને અંદાજે 150 જેટલા જુગાર રમતાં શખસોને ઝડપી પાડ્યા હતા. તમામની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.