પંચકોશી બી પો.સ્ટે.ના PSI સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના ખોડુભા જાડેજા , હીતેન્દ્રસિંહ જાડેજા , હીતેન્દ્રસિંહ ચુડાસમા નાઓ રીમાન્ડ પરના આરોપીને સાથે લઇ પહોંચી મુંબઈ
જામનગર ચેલાના મેફેડ્રોન ડ્રગ્સમાં વધુ એક શખસ મુંબઈથી ઝડપાયો..
ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક શખસ ઝડપાતા ધરપકડનો આંક ૩ નો થયો..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૮. જામનગરના ચેલાગામના મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં પોલીસે વધુ એક સપ્લાયર મુંબઈના શખસને સ્થાનિક પોલીસની ટુકડીએ મુંબઈથી ઝડપી લીધા બાદ ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે હાલ આ ડ્રગ્સ પ્રકરણમાં ધરપકડનો આંક ૩ થયો છે.
જામનગર તાલુકાના ચેલાગામમાં રહેતો ઈમ્તિયાઝ રસીદભાઈ લાખા નામનો શખસ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સ રાખી વેચાણ કરતા ગત તા .૧૨ ના રોજ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
તેના કબ્જામાંથી રૂા .૩.૪૦ લાખની કિંમતના ૩૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી રૂા .૩,૫૦,૨૦૦ નો મુદામલા કબ્જે કર્યો હતો તેની પુછપરછ સુરત ખાતેથી આસીફ ઉર્ફે આસીફ લાલા એસ.પીરાણી ( રે.મહારાષ્ટ્ર – પનવેલ ) વાળાસપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું.
જેથી એસઓજીની ટીમે આસીફને મુંબઈથી પકડી લીધો હતો . સ્થાનિક પોલીસને સોંપી દેતો તેની ધરપકડ કરીને પોલીસે આસીફને કોર્ટમાં રજુ કરીને તા .૩૦ નવેમ્બર ( ૬ દિવસ ) ના રીમાન્ડ પર લીધો છે . રીમાન્ડ પર આકરી ઢબે પુછપરછ કરતાં તે માત્ર પાર્સલ પહોંચાડનાર હતો અને તેમાં મુંબઈના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરનું નામ ખુલ્યું હતું.
જેથી પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ સી . એમ.કાંટેલીયા સહિતની ટીમ મુંબઈ ખાતે પહોંચી હતી. ત્યાંથી ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર ગુરફાનમહમદ ફારૂક ( ઉ.વ .૨૭ ) નામના શખસને નવી મુંબઈ તલોજા ખાતેથી પકડી લીધો હતો અને તેને જામનગર લઈ આવીને કોવીડ ટેસ્ટ બાદ આજે ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી પંચ- બી ” ડીવિઝન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા PC ખોડુભા જાડેજા , હીતેન્દ્રસિંહ જાડેજા , હીતેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.