રાજ્યના ૧૯૨ PSI ને PI નું પ્રમોશન: જામનગરને બે ઝાબાજ અધિકારીની ખોટ રહેશે

0
2903

ગુજરાત પોલિસમાં ચિપાયો બઢતી-બદલીનો ગંજીફો: રાજ્યના ૧૯૨ PSlને PIનું પ્રમોશન : તમામની અન્ય જિલ્લામાં બદલી: પોલીસબેડામાં ઓનંદ

જામનગર LCBમાં ઇન્ચાર્જ Pl તરીકે ફરજ બજાવતા કૃષ્ણપાલસિંહ ગોહિલ (કે.કે) પોતાની ફરજકાળ દરમ્યાન મર્ડર, લૂંટ, ચોરી, ડ્રગ્સ, ભૂમાફિયા જેવા અનેક ગુનાના ભેદ ઉકેલી ગુન્હેગારોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

  • જામનગર LCB ના ઇન્ચાર્જ Pl કૃષ્ણપાલસિંહ ગોહિલ દેવભૂમિ દ્વારકા અને SOG ના રાજેશ વીછીં એસીબીમાં તથા જામનગરના મયુરીબા જાડેજા સીઆઇડી ક્રાઇમમાં તથા કિરીટસિંહ વાધેલા કચ્છ , લાલુભા ગોહિલ નર્મદા જિલ્લામાં મુકાયા છે.
  • દેવભૂમી દ્વારકા જિલ્લાને નવા ચાર Pl મવ્યા છે જેમા વડોદરાના ચેતનકુમાર દેસાઇ, ગોધીનગરના હિરેનકુમાર દેસાઇ તથા નવસારીના તુષાર પટેલનો સમાવેશ થાય છે.
  • જ્યારે અન્ય જિલ્લામાં ફરજ બજાવતા વડોદરાના અલ્પેશ રાયસંગભાઈ ચૌધરી, ગાંધીનગરના મિતલફુમાર ગજજર, અમદાવાદ શહેરના સુરેશ શંકરભાઇ ચૌધરી, ATSના ભારતીબેન નાનજીભાઈ ચૌધરી તથા સુરતના ચંદ્રશેખર હિમતભાઈ પનારા જામનગર મુકાયા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર o૬ ઓગસ્ટ ૨૨ ગુજરાત સરકારે ૧૯૨ પોલીસ સબ ઇન્સપેક્ટરોને પોલીસ ઈન્સપેક્ટ તરીકે બદલી સાથે બઢતી અપાતા પોલીસબેડામાં આનદની લાગણી છવાઈ ગઈ છે. બદલી સાથે પ્રમોશન મળેલા જામનગરના પાંચ PSlનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય જિલ્લામાંથી પાંચને જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. તથા દેવભૂમી દ્વારકા જિલ્લાને ચાર PI મવ્યા છે.