જામનગર જિલ્લા જેલમાં ડોક્ટર ઉપર કેદીનો હુમલો

0
1456

જામનગરની જિલ્લા જેલમાં ફરજ બજાવતા ડોકટર ઉપર કેદીનો હુમલો..

જામનગર જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા કર્મચારી પર વધતા જતા હુમલા ચિંતાનો વિષય.!

દેશ દેવી ન્યુઝ 24.  જામનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાં દવાખાના વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો.જન્મેજયસિંહ અજયસિંહ જાડેજા નામના યુવાન ગુરૂવારે જેલના દવાખાનામાં કેદીઓને તપાસતા હતા.

ત્યારે જહાંગીર યુસુફ ખફી નામના કેદી શખ્સે જી.જી.હોસ્પિટલમાં સારવારમાં જવા માટે તબીબ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઉશ્કેરાઇને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.

ત્યારબાદ તબીબે પોલીસને જાણ કરતાં પીએસઆઇ આઇ.આઇ.નોયડા તથા સ્ટાફે જહાંગીર ખફી વિરૂઘ્ધ 186,504 ,506 (2) ફરજમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ તપાસ હાથ ધરી હતી.