વડાપ્રધાન મોદીએ રાજ્યના સ્ટેટ ફાયર ડાયરેક્ટર સાથે ”રેસ્કયુ” અંગેની સમીક્ષા કરી

0
1204

મોરબી દુઘર્ટનાની રેસ્કયુ કામગીરી અંગે કે.કે.બિશ્ર્નોઇ સાથે ચર્ચા કરી જાણકારી મેળવતા પ્રધાનમંત્રી મોદી.

  • જામનગરના ફાયર અધિકારી અને ગુજરાત સ્ટેટ ફાયર વિભાગના ડાયરેક્ટ કૃષ્ણકુમાર કે.બિશ્ર્નોઇ સાથે ચર્ચા બાદ સમિક્ષા કરતા વડાપ્રધાન
  • જામનગરના ફાયર અધિકારીના વડપણ હેઠળ 21 ફાયર ઓફિસર-204 ફાયરના કર્મચારીઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા’તા

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૦૨ નવેમ્બર ૨૨  તાજેતરમાં બનેલી મોરબીની જુલતા પુલની દુઘર્ટનાએ સમગ્ર રાજયને હચમચાવી દીધો હતો. આ દુઘર્ટના બાદ રાહત અને બચાવ કાર્ય માટે સમગ્ર રાજયમાંથી રાહત બચાવ કાર્ય માટે જુદા જુદા વિભાગોની મદદલેવાઇ હતી.

ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર કે.કે.બિશ્ર્નોઇ ની દેખરેખ હેઠળ મોરબીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જે સમગ્ર કામગીરીનો અહેવાલ દુઘર્ટનાની જાત નિરિક્ષણ અને સમિક્ષા કરવા આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે રજૂ કરવામાં આવ્યો હતો, અને વડા પ્રધાને જામનગરના ફાયર અધિકારી કે. કે. બિશ્નોય સાથે વાતચીત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી.

મોરબીની દુઘર્ટના બાદ જામનગરના ફાયર ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર કૃષ્ણકુમાર (કે.કે.) બિશ્નોઇ તાત્કાલિક અસરથી જામનગરના બે ફાયર ઓફિસર તથા 12 જેટલા ફાયર કર્મચારીઓને બે બોટ તથા બે રેસ્ક્યૂવેન સાથે મોરબી પહોંચ્યા હતા. તેઓની દેખરેખ હેઠળ રાજકોટ, મોરબી, ગોંડલ, અમરેલી, ખંભાળિયા, દ્વારકા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, હળવદ, વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિત 17 જેટલા જિલ્લાઓમાંથી ફાયરની મદદ લેવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહીમાં ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્ષ, આર્મી,  NDRF અને SDRFની ટીમ પણ જોડાઇ છે. સાથો સાથ નદીમાં ફસાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.તેમાં ઘણા ખરા મૃતદેહો ગાંડી વહેલને કારણે શોધવા મુશ્કેલ બની રહ્યા છે.

ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે, જેઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ફાયર વિભાગના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ સાથે વાતચીત કરીને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનો અહેવાલ માંગ્યો હતો તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ત્યાં જ મુકામ રાખીને ખડે-પગે રહ્યા છે.