જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા એસ્ટેટ અને પોલીસ વિભાગની સંયુક્ત ઝુંબેશ
-
ગઈ રાત્રે પોલીસ ની હાજરી માં એસ્ટેટ શાખા દ્વારા પાંચ રેકડી ના દબાણો દૂર કરાયા: સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૫ જામનગર ના સાધના કોલોની નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગત સપ્તાહે એક હત્યા ની ઘટના બની હતી, તે વિસ્તારમાં ખાણી પીણીની રેકડીઓ કે જ્યાં લુખ્ખા તત્વો એકત્ર થતા હોવાથી તેઓને દૂર કરવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે પોલીસ વિભાગની ટીમ દોડતી થઈ હતી.જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ પર પાણી પીણીની પાંચ રેકડીઓ ખડકાઈ હતી, અને ત્યાં અનેક તત્વો એકત્ર થતા હોવાની માહિતી ના લીધે પોલીસે એસ્ટેટ શાખા ને સાથે રાખીને પાંચે રેકડી ના દબાણ દૂર કરાવ્યા હતા, અને જાહેર માર્ગ ખુલ્લો કરાવી દીધો હતો.તમામ રેકડી ધારકોને ફરીથી અહીં રેકડી નહીં રાખવાની સૂચના અપાઈ હતી. હાલ ઉપરોક્ત વિસ્તારમાં સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.