જામનગર શહેરમાં રિવરફ્રન્ટની તૈયારી પૂરજોશમાં : સર્વે શરૂ

0
24

જામનગર શહેરમાં રિવરફ્રન્ટની તૈયારી પૂરજોશમાં : મહાનગરપાલિકા ની અલગ અલગ વિભાગની ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, ફેબ્રુઆરી ૨૫ જામનગર ની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તે મામલે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી ઉપરાંત અનવર ગજણની રાહબરી હેઠળ એસ્ટેટ શાખા, ફાયર શાખા, ટીપી ડીપી શાખા વગેરેના ૨૦ કર્મચારીઓની ટીમ બનાવીને કાલાવડ નાકા બહારથી છેક નાગેશ્વર સુધીના નદીના પટના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રિવરફ્રન્ટ ની જગ્યામાં જે કોઈ હજુ દબાણ બાકી રહી ગયા હોય, તે તમામનો સર્વ કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે, અને ત્યારબાદ રિવરફ્રન્ટ ના પ્રોજેક્ટને પૂરજોશ થી આગળ ધપાવવામાં આવશે. તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા હાલ સર્વે કરાઈ રહ્યું છે.