જામનગરમાં પોલિસ..પોલિસની બૂમો વચ્ચે ઢોર માલિક ગાય છોડાવી ગયો : જુવો Video

0
4161

જામનગરમાં વધુ એક ઢોર માલિક પોતાના ઢોરને છોડાવી ગયા નો વિડીયો વાયરલ થયો

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર થી ૫૦૦ ઢોર ને પાંજરાપોળમાં મોકલાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ર૯ ડીસેમ્બર ૨૩ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ઢોરને પકડવાની ઝુંબેશ દરમિયાન વધુ એક ઢોર માલિક પોતાનું ઢોરને છોડાવી જતા હોવાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવા ની કામગીરી કર્યા પછી આવા ઢોરને પાંજરાપોળમાં મોકલાઈ રહ્યાં છે. તાજેતરમાં પ૦૦ થી વધુ ઢોર રવાના કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડીને ડબ્બે પુરવામાં આવે છે. જે ઝુંબેશ દરમિયાન ગઈકાલે સાંજે શરુ સેક્સન રોડ પર એક પશુના માલિકે આવીને ઢોર પકડવાની ટિમ દ્વારા ગાળીયો નાખીને પકડી લેવામાં આવેલા પશુને બળજબરીપૂર્વક છોડાવી જવાયો છે. ગઈકાલે સાંજે શહેરના શરૂ સેક્શન રોડ, એમ.પી. શાહ ઉદ્યોગ નગર પાસે એક માલિકીના ઢોરને પકડી લેવાયા બાદ તેને વાહન માંથી ઢોર મલિક દ્વારા બળ જબરી પૂર્વક ઉપરોક્ત ઢોર છોડાવી લેવાયું હતું, જેનો વિડીયો આજે શહેરમાં વાયરલ થયો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરને ડબ્બામાં પૂરી દેવાયા પછી તાજેતરના દિવસોમાં જામનગરથી પાંચસોથી વધારે ઢોરને કચ્છ ની પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ ઢોર થી ડબ્બા ઉભરાઇ રહ્યાં છે, ત્યારે આગામી દિવસોમાં વધુ ઢોર ને પાંજરાપોળ માં મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.