કાલાવડ ના બસ સ્ટેન્ડ પરથી લાપતા બનેલી પરપ્રાંતિય પરિવારની બાળકીને શોધીને કાલાવડ પોલીસે પૂન : મિલન કરાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૪ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ બસ સ્ટેન્ડ પરથી પરપ્રાંતિય પરિવારની એક બાળકી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને પરિવારજનો શોધખોળ ચલાવી રહ્યા હતા. દરમિયાન કાલાવડ પોલીસે બાળકીને શોધી કાઢી હતી, અને પરિવારજનો સાથે પૂન:મિલન કરાવી દીધું હતું, જેથી પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ પંથકમાં મજૂરી કામ કરવા માટે આવેલા બાલુભાઈ ચમારભાઇ પંચાલ કે જેઓ ગઈકાલે કાલાવડ ના બસ સ્ટેન્ડ પર પોતાના પત્ની અને પોતાની પાંચ વર્ષની બાળકી આલીશા સાથે આવ્યા હતા. જે દરમિયાન તેની પાંચ વર્ષની બાળકી આલીશા એકાએકની વિખુટી પડી ગઈ હતી, અને દંપતી દ્વારા અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ પોતાની બાળકી મળી ન હતી.
દરમિયાન કાલાવડ પોલીસને જાણ કરતાં કાલાવડની પોલીસ ટુકડીએ હ્યુમન સોર્સની મદદથી અને ટેકનિકલ સોર્સ ના આધારે બાળકીને શોધી કાઢી હતી, અને તેના માતા-પિતા સાથે પૂન: મિલન કરાવી દીધું હતું. જેથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. તેમ જ પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.