જામનગર ની જી.જી સરકારી હોસ્પિટલ માં લિફ્ટ ખોટકાતાં દર્દી ફસાયા : લોકો મદદે આવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨, માર્ચ ૨૫ જામનગર ની સરકારી જી જી. હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગ માં આજે એક જૂની લિફ્ટ. માં ટેકનિકલ ખામી સર્જાતાં એક દર્દી તેમાં ફસાયા હતા.જેમને લોકો એ મદદ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા.જામનગર ની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના ઓપીડી.વિભાગ ની એક જૂની લિફ્ટ માં ક્ષતિ સર્જાતા લિફ્ટ અધ વચ્ચે ફસાઈ હતી. આ લિફ્ટ માં ઓપરેશન કરવામાં આવેલ દર્દી ને સ્ટ્રેચર માં લાવવામાં આવી રહયા હતા.આખરે ત્યાં હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અને મહા મહેનતે ફસાયેલ દર્દી ને લિફ્ટ ની ઝાળી ખેંચી., ખોલી ને બહાર કાઢ્યા હતા. અને ત્યાર પછી દર્દી ને ઊંચકી ને સિડી.મારફત નીચે લાવવા માં આવ્યા હતા
જીજી હોસ્પિટલની ઇમારત વર્ષો જૂની છે આથી જ તેમાં રહેલી તમામ લિફ્ટ પણ જૂનીપુરાણી છે. પરિણામે આ લિફ્ટ અવારનવાર બંધ થતી રહે છે. આથી તેનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે. જોકે હોસ્પિટલના તબીબી અધિક્ષક ના જણાવ્યા મુજબ આ લિફ્ટ ની બાજુ માં આવેલી અન્ય લિફ્ટ ને રીપેરીંગ માટે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી છે.