જામનગરના બર્ધન ચોકમાંથી “દરબાર” મહિલાના પર્સની ઉઠાંતરી કરનાર ”પટેલ” દંપતિ સુરતથી ઝડપાયું

0
3775

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાંથી રૂા. 2 લાખ 32 હજારની મત્તા સાથેના મહિલાના પર્સની ઉઠાંતરી કરનાર પટેલ દંપતિ સુરતથી જબ્બે.

  • સમગ્ર તપાસ સુરત સુધી લંબાવાઈ : રૂ.૨.૩૨ લાખનો મુદામાલ રીકવર કરી દંપતિની અટકાયત કરી.
  • આરોપી :- (૧) હરેશ તેજાભાઈ મોલીયા (ર) ચંદ્રીકાબેન તેજાભાઈ મોલીયા મૂળ કાલાવડ હાલ સુરત
  • સીટી- એના Pl ગજજરની રાહબરી હેઠળ PSI બી.એસ વાળા તથા ‘‘D” સ્ટાફ રવિભાઈ શર્માં, રૂષિરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ જાડેજાની બાતમીને મળી સફળતા.

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૨૧ ડિસેમ્બર ૨૨  જામનગરમાં રામેશ્વર નગર માટેલ ચોક વિસ્તારમાં રહેતી રક્ષાબા વિજયસિંહ ઝાલા નામની 30 વર્ષની મહિલા કે જે ગત 7.12.2022 ના દિવસે પોતાની દેરાણી સાથે બર્ધનચોક વિસ્તારમાં ખરીદી અર્થે આવી હતી, અને સિંધી માર્કેટના કાપડના વેપારી નંદલાલ ઓઢરમલ મનસુખાણી ની દુકાને ઓટા પર બેસીને ખરીદી કરી રહી હતી જે દરમિયાન તેનું પર્સ કે જેમાં એક ડબ્બામાં રૂપિયા 1,97,000 ની કિંમતનું મંગળસૂત્ર રાખેલું હતું, જ્યારે રૂપિયા 35,000 ની કિંમત ની સોનાની બુટ્ટી ની જોડી રાખેલી હતી. જે પર્સની કોઈ તસ્કર ઉઠાંતરી કરી લઈ ગયા હતા.

જે સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ દ્વારા સૌપ્રથમ સીસીટીવી કેમેરાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તપાસનો દોર જુનાગઢ અને ધોરાજી તેમજ સુરત સુધી લંબાવવામાં આવ્યો હતો. પોલીસને આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી  અને તસ્કર પટેલ દંપતિ પોલીસના સકંજામા આવી ગયુ હતું તેની પાસેથી ચોરાઉ દાગીના પણ મળી આવતા સમગ્ર મામલે હવે સિટી- એ ડિવિઝન પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી પટેલ દંપતિની સુરતથી ધરપકડ કરી આગળની કાાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો ભેદ ઉકેલાઇ જતા હાશકારો થયો હતો.