લૂંટના ગુનામાં 15 વર્ષથી ફરાર મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને પકડી પાડતી પેરોલ ફર્લો

0
1270

જામજોધપુરના ગોપમાં 15 વર્ષ પહેલાના લુંટ પ્રકરણમાં પરપ્રાંતિય ગેંગનો સુત્રધારને ઝડપી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ..

૧૫ વર્ષ પહેલા જામજોધપુર ના ગોપ પાસે હાઇવે રોડ ઉપર આવતા – જતા વાહનોને આંતરી લુંટ ને અંજામ આપીને ફરાર હતો..

મધ્યપ્રદેશની લુંટ અને ધાડ કરતી ગેંગના મુખ્ય સુત્રધાર ને સુરેન્દ્રનગરના વડાલીમાંથી ફલોએ પકડી પાડયો.

કાસમભાઇ બ્લોચ ,ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને મળેલ બાતમીને સફળતા..

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧. જામનગર પેરોલ ફર્લો સ્ટાફને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે. કલમ 395,342,332 વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી મગન નાનસિંગ રહે.-બડલીપાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળો હાલ ચોટીલા તાલુકામાં વડાલી ગામે હાજર છે..

જે બાતમી હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને વડાલી ગામ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી. ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.