જામનગરમાં પત્નિને કૌટુંબિક ભાઇ સાથે જોઇ જતા પંડ્યાજીએ પિત્તો ગુમાવ્યો

0
8530

પત્નિને કૌટુંબિક ભાઇ સાથે જોઇ જતા પતિએ પિત્તો ગુમાવ્યો

  • યુવાન પર હુમલો કર્યાની પતરાઈભાઈ અને ભત્રીજા સામે ફરિયાદ
  • હુમલો કરનારના પત્ની હાલ તેનાથી અલગ રહેતા હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.ર૬ જુલાઈ ૨૩.  જામનગરમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહેતો અને ફોટોગ્રાફી કરતો કૌશિક જનકરાય પંડ્યા નામનો 39 વર્ષનો વિપ્ર યુવાન કે જે ગઈકાલે ખીજડિયા બાયપાસ પાસેથી પોતાના પિતરાઈ ભાભી પ્રજ્ઞાબેન મનોજભાઈ પંડ્યા ના સ્કૂટરમાં પાછળ બેસીને રાજકોટથી જામનગર આવી રહ્યા હતા. દરમિયાન પ્રજ્ઞાબેનના પતિ મનોજભાઈ દુર્ગાશંકર પંડ્યા, અને તેમના પુત્ર તુષાર મનોજભાઈ પંડ્યા કે જેઓ ખીજડીયા બાયપાસ પાસે આવી પહોંચ્યા હતા, અને એકટીવા સ્કૂટરને રોકાવી કૌશિકભાઇ તેમજ પ્રજ્ઞાબેન બંને પર હુમલો કરી દીધો હતો. જેથી બંનેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

આ બનાવ અંગે કૌશિક પંડ્યા એ પોતાના ઉપર તેમજ પ્રજ્ઞાબેન પર હુમલો કરવા અંગે પોતાના પિતરાઈ ભાઈ મનોજ દુર્ગા શંકર પંડ્યા અને તેના પુત્ર તુષાર મનોજભાઈ પંડ્યા સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.ડી. જાડેજાએ હુમલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૌશિકભાઈ કે જેઓ પોતાના પિતરાઈ ભાભીના સ્કૂટરમાં આવતા હતા અને પ્રજ્ઞાબેન કે જેઓ હાલ તેમના પતિ મનોજભાઈ થી અલગ રહે છે. દરમિયાન તેઓએ ગઈકાલે આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર કરાયું છે.