જામનગર ગુજસીટોકના તમામ આરોપીને ઘરના ભોજન – કપડાની સુવિધા બંધ કરવા આદેશ

0
3460

જામનગર ગુજસીટોકના તમામ આરોપીને ઘરના ભોજન – કપડાની સુવિધા બંધ કરવા આદેશ

  • ઉલ્લેખનીય છે કે ગુજસીટોક પ્રકરણ મામલે પોલીસે 12 આરોપીઓને પકડી અલગ અલગ જેલમાં બંધ કર્યા હતા.
  • ગુજસીટોકમાં તમામ આરોપીને ઘરનું ભોજન, કપડાની સવલત બંધ કરવા ગૃહ વિભાગનો આદેશ
  • તપાસનીશ અધિકારી દ્વારા પત્ર લખી ગૃહ વિભાગને રજુઆત કરાતા : ગૃહ વિભાગ એક્શનમાં
  • આરોપીઓ જેલમાં રહી પોલીસ તપાસના કામમાં વિઘ્ન ઉભુ કરી રહ્યા છે. જે બાદ ગૃહમંત્રાલયે આદેશ કર્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ઓગસ્ટ ૨૨ જામનગરના કુખ્યાત ભૂ – માફિયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયા પછી રાજ્યની જુદી – જુદી જેલમાં ખસેડાયેલા આ ગુનાના બાર આરોપીઓને જેલમાં અપાતી સવલત સિવાયની સુવિધા બંધ કરવાનો રાજ્યના ગૃહવિભાગે હુકમ કરતા આ આરોપીઓને અપાતું ઘરનું ભોજન , કપડા બંધ કરવામાં આવ્યા છે . જામનગરમાં ખૂબ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં જામનગર પોલીસે ગુનો નોંધી 12 આરોપીઓને ઝડપી લઇ રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા . આ દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલુ હોય એ અરસામાં આરોપીઓ દ્વારા તપાસની કામગીરીમાં વિઘ્ન ઉભું કરતા હોવાની તપાસનીશ પોલીસ અધિકારીએ ફરિયાદ કરી હતી.જેને લઈ રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા આ શખ્સોને જેલમાં જરૂરી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા આદેશ કર્યો હતો તેમજ તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા આદેશ કરતા ભારે ચકચાર જાગી છે. બાર આરોપીઓને અલગ – અલગ જેલમાં બંધ શહેરમાં અલગ અલગ સ્થળ ઉપર આસામીઓની જમીન પચાવી પાડવા સહિતના ગંભીર ગુનાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા વકીલ , બિલ્ડર , પોલીસ કર્મચારી સહિત બાર આસામીઓ સામે ગુનો નોંધી આ તમામ શખ્સોની ગુજસીટોક હેઠળ અટકાયત કરી હતી . જેમાં અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી , નિલેશ મનસુખ ટોલીયા , યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા , જશપાલસિંહ મહેન્દ્રર્સિંહ જાડેજા,મુકેશ વલ્લભભાઇ અભંગી , અનિલ મનજી પરમાર , જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આદિત્ય , પ્રફુલ જેન્તીભાઇ પોપટ , વસંતલાલ લીલાધરભાઈ માનસત્તા અને અનીલ દિનેશભાઇ ડાંગરિયાની ધરપકડ કરી તેઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

તપાસનીય અધિકારીએ ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો આ દરમિયાન આ અંગેનો કેસ રાજકોટની સ્પેશિયલ અદાલતમાં ચાલી રહ્યો હોય આ અરસામાં તપાસનીય અધિકારીએ ગૃહ વિભાગને પત્ર પાઠવી જેલમાં રહેલા આરોપી દ્વારા તપાસ કાર્યમાં વિઘ્ન ઉભું કરવામાં આવતો હોવાની ફરીયાદ કરી હતી જેથી તમામ આરોપીઓ સામેનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવવા તેમજ આરોપીઓ સામે બાજ નજર રાખવાનો આદેશ કર્યો હતો .