જામનગર જીલ્લામાં વધુ એકને ‘પાસા’ : અલીયાબાડાના શખ્સને સૂરતની જેલમાં ધકેલ્યો

0
1776

જામનગર જીલ્લામાં વધુ એકને ‘પાસા’ : અલીયાબાડાના શખ્સને સૂરતની જેલમાં ધકેલ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૭ નવેમ્બર ૨૨ જામનગર પોલીસ દ્વારા ચુંટણી અનુસંધાને બુટલેગરો, અસામાજીક પ્રવૃતી કરનારા ઇસમો સામે પાસા દરખાસ્તો મુકવામાં આવી છે, જેમાં અગાઉ 9 શખ્સો પાસાના પાંજરે પુરાયા છે, દરમ્યાન ગઇકાલે વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ હતું.
પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગએ વિધાનસભા ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી બુટલેગર્સ તેમજ અસામાજીક પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબીના પી.આઇ જે.વી. ચૌધરીને સુચના કરવામાં આવેલ જે અનુસંધાને મારામારીના બે કેસમાં સંડોવાયેલ અસલમ અમીન ડોસાણી રે. મેમણ જમાતાખાના પાસે અલીયાબાડા, તા.જી. જામનગરને પાસા વોરન્ટ ઇસ્યુ કરી પાસા વોરન્ટની બજવણી કરી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરી હતી.

આવનાર વિધાનસભા ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં પ્રોહીબુટલેગર્સ, અસામાજીક પ્રવૃતિ આચરનાર ઇસમોની ગતિવિધી ઉપર એલસીબી દ્વારા સતત વોચ રાખી 10 ઇસમોને પાસ વોરંટ આધારે જેલમાં મોકલી આપવામાં આવેલ છે.