જામનગરમાં રખડતા-ભટકતા ઢોરના મુદ્દે ડે.કમિશ્નર વસ્તાણીનું ચલક ચલાણું: કોર્પોરેટર આકરા પાણીએ

0
1225

જામનગરમાં રખડતા-ભટકતા ઢોરના મુદ્દે  બેજવાબદાર નિવેદન આપતા ડે.મ્યુનિ. કમિશ્નર વસ્તાણી સામે કડક પગલા લેવા કોર્પોરેટરની માંગણી..

ચાંદી બજાર નજીક વૃધ્ધનો ભોગ લેનાર ઢોરને હડકવા હોવાનું એ.કે.વસ્તાણીનું નિવેદન સંદ્દતર જુઠ્ઠાણુ : વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરા

દેશ દેવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતમાં DMCએ જણાવ્યું કે ગાયને રોગ છે માટે દોડા-દોડ કરતી હતી અમારી ડોક્ટર ટીમનો સ્પષ્ટ રીપોટ છે. : ડે.કમિશ્નર વસ્તાણી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૪ જૂન – ૨૨ જામનગર શહેરમાં રખડતાં-ભટકતા ઢોરની સમસ્યા હવે જીવલેણ સાબિત થઇ રહી છે, શહેરમાં ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહેલાં અને ઢોરના આતંક મુદ્દે બે જવાબદારી ભર્યા નિવેદનો આપતાં બેજવાબદાર ડે.મ્યુનિ. કમિશ્ર્નર એ.કે.વસ્તાણી સામે કડક પગલા લેવાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરાએ માગણી કરી છે.

જામ્યુકોના મ્યુનિશિપલ કમિશનર વિજય ખરાડીને લખેલાં પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જામ્યુકોના ડીએમસી વસ્તાણીને ગત રવિવારે ચાંદી બજાર પાસે વૃધ્ધનો ભોગ લેનાર ઢોરને હડકવા ગ્રસ્ત અને બિમાર દર્શાવ્યું હોય, પરંતું જામ્યુકોના બેડેશ્ર્વર ઢોરના ડબ્બામાં કે જયાં આ ઢોરને રાખવામાં આવ્યું છે, ત્યાં મુલાકાત લેતાં ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું કે, આ ઢોરને કોઇ પણ બિમારી હડકવા નથી. તે એકદમ સ્વસ્થ છે. જયારે ડીએમસી આ ઢોરને હડકવા થયો હોવાનું જણાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઢોરના ડબ્બાની મુલાકાત દરમ્યાન આ ઢોર એકદમ સ્વસ્થ જણાયું હતું. તે નિયમિત રીતે ખોરાક અને પાણી ગ્રહણ કરી રહ્યું છે.આમ જામ્યુકોના જવાબદાર ડીએમસી શહેરના લોકોને અને મિડીયાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. રઝળતાં ઢોરને નિયંત્રિત કરવાની પોતાની ફરજમાં સંપૂર્ણ પણે નિષ્ફળ રહેલાં લાપરવાહ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ. તેવી રજુઆત પત્રમાં કરવામાં આવી છે.