સુમેર ક્લબ રોડ પર રહેતા પટેલ ઉદ્યોગપતિની જમીનમાં કબ્જો: નોંધાઈ ફરિયાદ

0
2082

જામનગરના ખેડૂતની વિરપર ગામની જમીન પચાવી પાડયાની લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પોલીસ ફરિયાદ 

રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર 25. જામનગરમાં સુમેર કલબ રોડ પર હાથી કોલોની શેરી નં.1 માં રહેતાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા નામના પટેલ પ્રૌઢની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી 1.29.70 હે.આ. રે. (આઠ વીઘા) ખેતીની જમીન છેલ્લાં અઢી વર્ષથી જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડી હતી.આ જમીન ખાલી કરાવવા માટે પ્રૌઢે અવાર-નવાર રસિકને કહ્યું હતું પરંતુ રસિકે જમીન ખાલી કરવાને બદલે મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે જૂન 2021 માં પ્રથમ વખત લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને અરજી કરી હતી. જે સંદર્ભે રસિકે આ જમીન એક મહિનામાં ખાલી કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ આ જમીન ખાલી કરી ન હતી.આ પ્રકરણમાં પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) અધિનીયમ -૨૦૨૦ ની કલમ -૪ ( ૩ ) , પ ( ગ ) મુજબ તથા IPC કલમ -૫૦૬ ( ૨ ) મુજબ એક શખ્સ વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.