જામનગરમાં આયુર્વેદિકની હોસ્ટેલના ગેઈટના સિક્યુરીટીને છરી બતાવી લૂંટ
- જામનગરના નવાગામ ઘેડના કુખ્યાત શખ્સે સીકયુરીટી ગાર્ડના ૧૭૦૦ જુટવી લીધા.
- આરોપી: લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડા રહે.નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જશવંત સોસાયટી જામનગર
દેશ દેવી ન્યુઝ તા.૧૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના આયુર્વેદિક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટ પર ફરજ પર રહેલા સિક્યુરીટી ગાર્ડને જુનો ખાર રાખીને નવાગામ ઘેડના લખન ચાવડા નામના શખસે છરી બતાવીને રોકડ રૂપિયાની લૂંટ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગર શહેરના નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જસવંત સોસાયટીમાં રહેતા અભિરાજસિંહ સજુભા જાડેજા (ઉ.વ. ૨૯) નામના યુવાન સિક્યુરીટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને વર્ષ ૨૦૧૩માં અને છ એક માસ પહેલા પાડોશમાં રહેતા લખન ચાવડા સાથે માથાકુટ થઈ હતી.
૧૭ ના રોજ સાંજના પોતાની આયુર્વેદીક ઈન્ટરનેશનલ હોસ્ટેલના ગેઈટે પોતાની ફરજ પર હતો. આ દરમ્યાન અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખીને લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા સ્કુટર ઉપર આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરીને છરી બતાવી હતી અને યુવાનના ખીસ્સામાંથી રોકડ રૂા.૧૭૦૦ની ઝુંટવી લીધા હતાં અને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે અંગેની યુવાને સીટી બી ડિવિઝનમાં ગત મોડી રાત્રીના ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે લૂંટ સહિતની IPC કલમ- ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ કલમ હેઠળ લખન ચાવડાની ધરપકડ કરી સરાભરા કરી હતી.