જામનગરના નવા એસ. પી. પ્રેમસુખ ડેલુનો આજે જન્મ દિવસ : જાંબાઝ SP ને રાજ્યભરમાંથી મળી રહી છે શુભેચ્છા.
ગુજરાતમાં 77- IPS ની બદલીઓ થઈ છે. ત્યારે જામનગરને ફરી એક વખત કડક આઈપીએસ મળ્યા છે.
જામનગરના ઇન્ચાર્જ એસ.પી નિતેશપાંડેયને પ્રમોશન સાથે દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા બનાવાયા છે.
વર્ષ ૨૦૧૬ ની બેંચના આઈપીએસ ડેલુને અમદાવાદ ઝોન-૭ ના ડીસીપીમાંથી જામનગર એસ પી.તરીકે નિમણુંક કરવામાં આવી છે.
પ્રેમસુખ ડેલુએ રાજસ્થાનના ‘ભાનુશ્રી’ સાથે વર્ષ ૨૦૨૧ માં લગ્ન કર્યા છે.દેશ દેવી ન્યુઝ જામનગર 03. જામનગર સહિત ગુજરાતમાં 77- IPS ની બદલીઓ થઈ છે ત્યારે જામનગરને ફરી એક વખત કડક આઈપીએસ મળ્યા છે જામનગરના ઇન્ચાર્જ એસ.પી નિતેશકુમાર પાંડેયેની દેવભૂમી દ્વારકામાં મુકવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં મુકવામાં આવેલા SP નો આજે જન્મદિવસ છે. તેમની કહાની રસપદ છે. સૌરાષ્ટ્રના 6 આઇપીએસ યુવા આઈપીએસઈ પ્રેમસુખ ડેલુ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામના છે. તેમના પિતા ખેતીવાડીની સાથે – સાથે ઉંટગાડીના વ્યવસાય સાથે જોડાયેલા હતા.
પ્રેમસુખનો ૩ એપ્રિલ ૧૯૮૮ ના જન્મ થયો હતો તેઓ ૪ ભાઈ અને બહેન છે. જ્યારે એક ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે . જ્યારે ડેલુએ ધો -૧ થી ૧૨ સુધીનો ગામમાં જ અભ્યાસ પુર્ણ કર્યા બાદ કોલેજ ડુંગળ કોલેજમાં ઈતિહાસ વિષયમાં સ્નાતક થયા હતાં.
બાદમાં વર્ષ ૨૦૧૦ માં તેઓને સર્વેયરની નોકરી મેળવી કારર્કિદીની શરૂઆત કરી હતી.આ નોકરી દરમ્યાન માસ્ટર ઓફ આર્ટસની ડીગ્રી મેળવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. તેઓએ રાજસ્થાનમાં ૬ વર્ષમાં જુદી – જુદી સરકારી નોકરીઓ માટે ૧૨ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે , જેમાં તેઓ ગ્રામ સેવક , પીએસઆઈ , પોલીસ ફોર્સમાં જ રહી જેલર તરીકેની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યુ હતું.જે બાદ ટીડીઓની નોકરી પણ કરી અને નેટ પાસ કરી પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતાં . પરંતુ આઈપીએસ બનવાનું સપનું હોવાથી તેઓએ વર્ષ ૨૦૧૫ માં UPSC પરીક્ષા પાસ કરીને ગુજરાત કેડરમાં IPS બન્યા છે.
આજે નવા એસ.પી પ્રેમસુખ ડેલુ નો જન્મદિવસ છે.તેમના જન્મદિવસ નિમીતે રાજ્યભરમાંથી શુભેરછાઓ મળી રહી છે. ખાસ કરીને હાલાર વાસીઓને તેમનો લાભ મળશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવી આશા સેવી રહ્યા છે.