જામનગરના લંધાવાડમાં કાકાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: પાંચ લાખની ઉઠાંતરી

0
1509

જામનગરના લંધાવાડમાં કાકાના ઘરમાં ખાતર પાડતો ભત્રીજો: પાંચ લાખ લઈ ગયો.

  • સીટી-બી “ડી” સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ સોઢાની બાતમીને મળી સફળતા
  • લંઘાવાડના ઢાળીયા પાસેનો રહેતા અલુ પટેલના ઘરનો બનાવ : સીટી-બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો
  • જામનગરમાં વેપારીના મકાનમાંથી 5 5 લાખની ચોરી કૌટુંબીક ભત્રીજાએ કરી
  • મુંબઇ નાશી જવાની પેરવી કરતો હતા ત્યાં જ પોલીસે દબોચી લીધો.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના લંઘાવાડના ઢાળીયા પાસે આવેલા વેપારીના ઘરમાં કોઇ અજાણ્યો ઇસમ બંધ દરવાજા ખોલીને તિજોરી ચાવી વડે ખોલી તેમા રાખેલા રૂા. 5 લાખ રોકડ લઇને નાસી છૂટતા પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા કુટુંબીક ભત્રીજાને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા.પાંચ લાખ કબજે કરી ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખતા હાશકારો થયો હતોજામનગર શહેરના લંઘાવાડના ઢાળીયા પાસે રહેતા હારૂનભાઇ ઉર્ફે અલુ સુલેમાન આંબલીયા ઉર્ફે અલ્લુ પટેલ નામના વેપારીના ઘરે બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમે તેના ઘરના બંધ કરેલા દરવાજો ખોલી લોખંડનો કબાટ ખોલી કપડા નીચે રાખેલી તિજોરીની ચાવી કાઢી લોકર ખોલી પર્સમાં રાખેલા રૂા. પાંચ લાખ લઈને નાસી છૂટતા પોલીસ ફરિયાદ થવા પામી છે. ચોર ફરિયાદીનો આધારકાર્ડ તેમજ પાન કાર્ડ પણ ચોરી કરીને લઇ ગયો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા જાણભેદુ હોવાની શંકા પરથી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.તેવામાં સીટી-બી ડી. સ્ટાફ પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ સોઢાને ખાનગી બાતમીદારો થકી બાતમી મળી હતી કે, લંઘાવાડના ઢાળીયા પાસેથી ચોરીમાં સંડોવાયેલો ઇસમ ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇ નાશી જવાની પેરવી કરતો હોય, પોલીસે વોંચ ગોઠવી સફરાજ હુશેન આંબલીયા નામના શખસને પકડી થેલાની જડતી કરતા તેમાંથી રૂા. ૬ લાખ રોકડ અને આધારકાર્ડ તેમજ પાન કાર્ડ મળી આવ્યા હતાં. પુછપછરમાં તેણે આ ચોરી પોતાના કુટુંબીક કાકાના ઘરેથી કરી હોવાની કબુલાત આપી હતી