લાલપુરના નાંદુરીમાં રસ્તે ચાલવા મુદ્દે પાડોશીનો ખૂની હુમલો : ૭ સામે ફરીયાદ

0
4304

લાલપુર તાલુકા ના નાંદુરી ગામમાં રસ્તે ચાલવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: એક જૂથ દ્વારા હુમલા ની ફરિયાદ

  • આરોપી : (૧) ભીખા જેતાભાઇ વરૂ (૨) ભરત જેતાભાઇ વરૂ (૩) સતીબેન દેસુરભાઇ વરૂ (૪) દુધીબેન કારાભાઇ વરૂ (૫) સાગર કારાભાઇ વરૂ (૬) મયુર કારાભાઇ વરૂ (૭) કુલદીપ લખુભાઇ વરૂ રે બધા નાંદુરી ગામ તા લાલપુર જી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકા નાંદુરી ગામમાં રહેતા ખેડૂત પરિવારના બે પાડોશીઓ વચ્ચે રસ્તે ચાલવા બાબતે તકરાર ચાલતી હતી, જે મન દુઃખ ના કારણે એક જૂથ દ્વારા પાડોશી જુથના સભ્યો પર હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેમાં પોલિસે સાત શખ્સો સામે ગુનો નોંધી એક ની અટકાયત કરી છે.જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના નાંદુરી ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેરગભાઈ હેભાભાઈ કરંગીયા નામના ૫૦ વર્ષના ખેડૂતે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો ઉપર લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ભીખા જેઠાભાઈ વરુ, ભરત જેતાભાઈ વરુ, સતીબેન દેશુરભાઈ વરૂ, સાગર કારાભાઈ, મયુર કારાભાઈ અને કુલદીપ લખુભાઈ વરુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને બે જૂથ વચ્ચે રસ્તે ચાલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં કેસ પણ કરેલો છે. જે સંબંધે મનદુઃખ રાખીને ગઈકાલે એક જૂથ દ્વારા આ હુમલો કરાયા નું લાલપુર પોલીસમાં જાહેર કરાયું છે. જેમાં પોલીસે એક આરોપી કુલદીપ લખુભાઇ વરૂ ની અટકાયત કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.લાલપુર પોલીસે IPC- કલમ ૩૨૩, ૩૨૪, ૩૩૭, ૫૦૪,૫૦૬(૨) ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એન.પી વસરા ચલાવી રહ્યા છે