જુના નાગનામાં દિવાલ તોડી નાખ્યાની શંકાથી બોલી બધળાટી : બે મહિલા સહિત ૩ સામે ફરિયાદ
પાડોશીની અગાશીમાં દિવાલ તોડી પાણીના ટાકામાં કચરો નાખી જવાની શંકાથી મહિલા પર જીવલેણ હુમલો
આરોપી :- (૧ ) બાબુભાઈ ભુડ ( ૨ ) આશાબેન બાબુભાઈ ભુડ (૩) સોનલબેન બાબુભાઈ ભુડ રહે.જુના નાગના ગામ ફરીયાદી સવીતાબેનની બાજુમા તા.જી.જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર 24. જામનગર શહેરના જુના નાગના ગામમાં રહેતા આરોપી બાબુભાઈ ભૂડની અગાસીની દિવાલ કોઈ તોડી નાખતુ હોય અને તેના પાણીના ટાંકામા કચરો નાખતા હોય અને અગાસી માથી સુકવેલ કપડા ચોરી જતા હોય જે બાબતેની શંકા બાજુમાં રહેતા સવીતાબેનના પતિ છગનભાઈ કણજારીયા ઉપર રાખી તેને ગાળો બોલતા સવીતાબેને બાબુભાઈ ભૂડને ગાળો બોલવાની ના પાડતા આ કામેના આરોપીઓએ ભેગા મળી આરોપી બાબુભાઈ ભૂડે ફરિયાદી સવીતાબેનને લોખંડના પાઈપથી વાસમા ડાબીબાજુ ઘા મારી મુંઢ ઈજા કરી તથા આરોપી આશાબેન બાબુભાઈ એ લોખંડના પાઈપથી માથામા ઘા મારી ઈજા કરી તથા આરોપી સોનલ ભૂડે છુટા પથ્થરનો ઘા કરી સવીતાબેનના કપાળમા જમણી આંખ ઉપર ઈજા કરી લોહીલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યા હાજર ડોક્ટર દ્વારા ટાકા સહિતની સારવાર કરવામાં આવી બનાવની જાણ જતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ સઘળી હકીકત મેળવી હતી હાલતો નાના એવા ગામમાં દેકારો બોલી ગયો હતો.આથી બેડી મરીન પોલીસે IPC કલમ ૩૨૩,૩૨૪ , ૩૩૭, ૫૦૪ ,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે વધુ તપાસ કમલભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.