જામનગર તાલુકાના સિક્કા ગામ મા કુટુંબી ભાણેજ ની હત્યા કરનાર કુટુંબી મામા ને એસ પી સમક્ષ રજૂ કરાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫ , જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવી હતી જેના આરોપી ને પોલીસે ઝડપી લીધો છે. અને જિલ્લા પોલીસ વડા સમક્ષ હજાર કરાયો હતો.મૂળ મીઠાપુરની વતની અને હાલ સિક્કા ગામ મા રહેતી પરણીતા ની આઠ વર્ષ ની બાળકી ને તેનો કુટંબી મામો નીતિન માણેક હેરાન પરેશ કરતો હતો. અને અવારનવાર મારકુટ કરતો હતો. બે દિવસ પહેલા સિક્કા ગામ મા માતા ખરીદી માટે ગઇ હતી, દરમિયાન તેની આઠ વર્ષની પુત્રી ને નરાધમ મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડી ને તેની હત્યા કરી હતી.આ બનાવ આગે મૃતક બાળકી ની માતા એ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો. અને જિલ્લા પોલીસ વડા સમક્ષ હાજર કરાયો હતો