નવાગામ ઘેડમાં “નામીચા શખ્સે” મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 3700 લૂંટી લીધા

0
5753

જામનગરના નવાગામ ઘેડમાં નામીચા શખ્સે મહિલાને મારી નાખવાની ધમકી આપી ૩૭૦૦ રૂપિયા જૂટવી લીધા

  • ઉદ્યાર પાન મસાલાના પૈસા માંગતા દુકાનનો માલસામાન બહાર ફેંકી દીધો: વિસ્તારવાસીઓમાં ભારે રોષ.
  • લખન ચાવડાને ફરી લખણ ઝળકાવું
  • એક મહિના પહેલા  કુખ્યાત શખ્સે આયુર્વેદિક કોલેજના સીકયુરીટી ગાર્ડ પાસેથી ૧૭૦૦ જુટવી લીધા હતા..
  • આરોપી: લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડા રહે.નવાગામ ઘેડ, ગાયત્રી ચોક જશવંત સોસાયટી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારની મિલન સોસાયટીમાં ગઈકાલે સવારે પાન મસાલાના પૈસાની ઉઘરાણી બાબતે મહિલાને ગાળો ભાંડી રૂપિયા સાણત્રીસોની લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી બધળાટીના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો ત્યા મહિલાને લખન ચાવડા નામના નામીચા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ચોપડેથી જાણવા મળતી માહિતી મુજબ જામનગર શહેરના નવાગામ ગેડ વિસ્તારની મિલન સોસાયટીમાં રહેતા મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા નામની મહિલાના પતિ રાજશક્તિ પાનની દુકાન ધરાવે છે તેની પાસેથી તે જ વિસ્તારમાં રહેતો લખન ચાવડા નામનો શખ્સો ઉદ્યારમાં પાન મસાલા ખાઈ જતો હોય, અને તેનું બે હજાર જેટલું ખાતું ચડી ગયું હતું તેથી મહિલાએ લખન ચાવડા પાસે બાકી પૈસાની ઉઘરાણી કરતા લખન ચાવડા એકદમ ઉશ્કેરાઇ જઇ મહિલાને મનફાવે તેવી ગાળો આપી દુકાનમાં તોડફોડ કરી વેપારના થડામાંથી ૩૭૦૦ રૂપિયા જૂટવી લઈ ફરાર થઈ જતા ભારે દેકારો બોલી ગયો હતો.તેવામાં મહિલાએ ૧૦૦ નંબર પોલિસને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યા મહિલાને નવાગામ ઘેડમાં રહેતા લખન ચાવડા નામના નામીચા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા લખન ચાવડાએ આયુર્વેદિક કોલેજના સિક્યુરિટી ગાર્ડને લુંટી લેવાયો હતો તેવામાં ફરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી. નામીચા શખ્સ દ્વારા અવાર-નવાર ધમાલ કરી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હાલતો પોલીસે મીનાબાની ફરિયાદ પરથી ઈ.પી.કો.કલમ- ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ લૂંટ સહિતના ક્લમ હેઠળ ગુનોં નોંધી આરોપીની ધરપકડ કરી સરાભરા કરી હતી.