નવાગામ ઘેડમાં મુસ્લિમ ફાઇનાન્સરે પરણીતાને ધાકધમકી આપી ગુર્જાયો બળાત્કાર: ચકચાર

0
4752

જામનગરમાં પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું. 

વીસી ફાયનાન્સમાં રૂપિયા રોકવા હોવાથી સલીમ અલ્લારખા સમા નામના આરોપીનો સંપર્ક થયો હતો. 

અવાર-નવાર ફોન કરી હેરાન કરતા મહિલાએ પતિને જાણ કરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. 

ગેલેકસી ટોકીઝ સામે અમીર એન્ટરપ્રાઇઝ નામથી ફાઇનાન્સનો ધંધો કરતા શખ્સનું કારસ્તાન.દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગર શહેરમાં મહિલાને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને અવાર – નવાર દુષ્કર્મ આચરીને હેરાન કરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધીને આરોપીને પણ ઝડપી લીધો હોવાનું પોલીસ સુત્રો માંથી જાણવા મળેલ છે. વર્ષ ૨૦૧૮ માં ભાડાથી રેસ્ટોરન્ટ ચલાવતી મહિલા અને તેણીના પતિને વીસી ફાયનાન્સમાં રૂપિયા રોકવા હતાં . જેથી તેમના ઓળખાણ રહેલ શહેરના ગેલેક્સી ટોકીઝ પાસે આવેલ આમીર ફાયનાન્સના સેન્ટર પ્રાઈઝ ધંધાર્થી સલીમ અલ્લારખાભાઈ સમાનો સંપર્ક કર્યો હતો. જે બાદ અવાર – નવાર મળવાનું થતુ હતું જે બાદ પાંચેક માસ પહેલા વર્ષ ૨૦૨૧ માં સલીમે ફોન કરીને તેણીને ફોન કર્યો હતો અને ઘરે જઈને એકલતાનો લાભ લઈને પુત્રો અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું . જે બાદ અવાર – નવાર ફોન કરીને હેરાન કરતો હતો અને પંદર દિવસ પહેલા પણ ઘરે આવીને ધમકીઓ આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું, બાદમાં ફોન પર હેરાન કરતો હતો . જેથી મહિલાએ કંટાળી જઈને પતિને જાણ કરી હતી અને આજે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સલીમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ઝડપી લીધો અને કોવીડ ટેસ્ટ બાદ ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.આથી પોલીસે મહિલાની ફરીયાદ પરથી આરોપી સલીમ અલ્લારખા સમા વિરૂદ્ધ IPC -ક્લમ ૩૭૬ (૨) એન , ૫૦૪, ૫૦૬ (૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.