જામનગરમાં પરમ પૂજ્ય શ્રી પ્રશ્મધર્માશ્રી સાધ્વીજી કાળધર્મ પામ્યા , શનિવારે નીકળશે પાલખી યાત્રા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા..૨૮ માર્ચ ૨૫, .પરમ પૂજ્ય શ્રી ભક્તિ સુરીશ્વરજી સમુદાય ના પ.પૂ.સાધ્વીજી ભગવંત શ્રી પૂણ્યપ્રભાશ્રીજી મ.સા. ના શીષ્યા પ.પૂ.સાધ્વીજી ભગવંત શ્રી પ્રશમધર્માશ્રીજી મ.સા.આજે કાળધર્મ પામતા જૈન સમાજ માં શોક ની લાગણી ફેલાઈ છે.આજે તેમના અંતિમ દર્શનાર્થે જૈન સમાજ ઉમટી પડ્યો હતો.
જામનગરમાં લાલબાગ ઉપાશ્રયમાં બિરાજતા પ્રશ્નધર્મશ્રીજી સાધ્વીજી આજે ૬૮ વર્ષ ની ઉમરે કાળધર્મ પામ્યા હતા. તેમણે ૪૫ વર્ષનો સંયમ પાળેલ છે. તેઓ ની પાલખી યાત્રા શનિવાર તાં .૨૯ ના મોટા ઉપાશ્રય થી નીકળશે અને લોકાગચ્છ ની વાડી , શ્રી શેઠજી જૈન દેરાસર, ચાંદી બજાર, મહિલા મંડળ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, બારદાનવાલા રોડ, ત્રણ દરવાજા, નાગનાથ ગેઇટ થઈ સ્મશાને પહોંચશે.
તા. ૨૯/૩/૨૫ અને શનિવારે મોટા ઉપાશ્રયે ઉછામણી સમય સવારે ૮.૧૫ કલાકે અને પાલખી નો સમય સવારે ૯ રાખવામાં આવ્યો છે. સકલ શ્રી સંઘે લાભ લેવા અને દરેક ઘર દીઠ એક વ્યક્તિ ને પાલખી યાત્રા માં જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.