અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્તથી ફફડાટ

0
898

અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્ત..

IT વિભાગે ગત મંગળવારે 14 અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૩. અમદાવાદ માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં IT ના દરોડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં IT વિભાગે 7 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે, આ સાથે જ 3 કરોડના દાગીના પણ સીઝ કરવામાં આવ્યાં છે. તો રેડમાં 100 કરોડના બેનામી વ્યવહાર પણ ઝડપાયા છે.

IT વિભાગે ગત મંગળવારે 14 અલગ અલગ જગ્યા પર રેડ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કરચોરી અને બેનામી વ્યવહારો સામે આવકવેરા વિભાગની કાર્યવાહી શરૂ છે.

આજે 23 નવેમ્બરને વહેલી સવારે અમદાવાદમાં બે ખુબ જાણીતી કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યાં હતા.

અમદાવાદમાં આજે વહેલી સવારે ASTRAL કંપનીની કોર્પોરેડટ ઓફિસ અને રત્નમણી મેટલ્સની (Ratmani Metals) ઓફિસ પર IT વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. IT વિભાગની ટીમ અમદાવાદના અલગ અલગ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે..