જામનગર જીલ્લા જેલમાં ફરી એક વખત મળ્યો મોબાઇલ
- મયુર આલા હાથલીયા અને હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ વિરૂદ્ધ ફરીયાદ
દેશ દેવી ન્યુઝ તા. ૨૧ સપ્ટેમ્બર ૨૩ જામનગર: જામનગર ગુ્રપ એ ના જેલર દ્વારા બુધવારે સવારના સમયે જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલરના ચેકિંગ દરમિયાન સીલ્વર કલરનો કેચોડા કંપનીનો મોબાઇલ અને બેટરી મળી આવતા જામનગર જિલ્લા જેલર જી એમ પટેલ દ્વારા મયુર આલા હાથલીયા અને હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના બે શખ્સો વિરૂધ્ધ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગર જિલ્લા જેલમાંથી અવાર-નવાર ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવે છે અને આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટના સામાન્ય બની ગઈ છે. કેમ કે છાશવારે જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે અને આ પ્રકરણમાં ગુનો દાખલ કરી કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી જેલમાં આવી પ્રતિબંધિત વસ્તુઓ અટકાવવામાં પોલીસને સફળતા મળી નથી.