જામનગરમાં દૂધ બંધી : ઢોર નિયંત્રણ કાયદાને લઈ “માલધારીઓ” લડી લેવાના મૂડમાં: જુવો VIDEO

0
3292

માલધારી સમાજ દ્વારા ‘દૂધ હડતાલ’ની જામનગરમાં વ્યાપક અસર: ઢોર નિયંત્રણ કાયદો રદ કરાવવા એલાને જંગ..

  • શહેરમાં આવેલી દૂધની ડેરીઓ, ચા ની રેંકડીઓ, હોટલો વગેરે સ્થાનો પર માલધારીઓના ટોળા બંધ કરાવવા પહોંચ્યા
  • શ્રાદ્ધ માટે લોકો અડધી રાત્રે દૂધ ગોતવા નિકળ્યા: ડિલરો મોડી રાત સુધી ધમધમતા રહ્યા..
  • રણજીતનગરમાં માલધારીઓએ દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટના
  • લાલપુર બાયપાસ રોડ ઉપર દૂધ ભરેલા છકડાને રોકી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું
  • અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

દેશ દેવી ન્યુઝ તા.૨૧ સપ્ટેમ્બર ૨૨ જામનગર: ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો રાજ્ય સરકારે પરત મંગાવી લીધો હોવા છતાં અન્ય 11 માંગણીઓ સાથે રાજ્યના માલધારીઓએ આજે આપેલા દૂધ બંધના એલાન અંતર્ગત માલધારી સમાજના આગેવાનો અને લોકોએ જામનગર શહેરમાં દૂધ વિતરણ બંધ કરાવવા માટે ઉધામો મંચાવ્યો હતો. શહેરમાં આવેલી દૂધની ડેરીઓ, ચા ની રેંકડીઓ, હોટલો વગેરે સ્થાનો પર માલધારીઓના ટોળા પહોંચી ગયા હતાં. જામનગરના રણજીતનગરમાં માલધારીઓએ દૂધ રસ્તા પર ઢોળી નાખ્યાની ઘટના પણ સામે આવી છે. એટલું જ નહીં માલધારી યુવાનોએ શહેરમાં બાઈકરેલી યોજી હતી. શહેરમાં ફરતા માલધારીઓના ટોળાને ધ્યાનમાં રાખી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પંચેશ્ર્વરટાવર પાસે પોલીસ અધિકારીઓ દ્વારા માલધારીઓને સમજાવવામાં પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

લાલપુર બાયપાસ રોડ ઉપર મયુર ટાઉનશીપ નજીક માલધારીઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી તે દરમિયાન ત્યાંથી દૂધ છકડો રીક્ષા નીકળ્યો માલધારીઓ દ્વારા છકડાને રોકીને દૂધના કેન રોડ પર ઢોરી નાખવામાં આવ્યા હતા.