જામનગરના ચકચારી પ કરોડના GST કૌભાંડમાં ‘ મેતાજી’ જામીન મુક્ત

0
2380

જામનગર બંધ કારખાનાના માલીકના નામે ૫ કરોડના GST કૌભાંડ કરનાર મેતાજીને જામીન મુકત કરતી અદાલત

  • ૧ વર્ષથી કારખાનું બંધ હતું, મેતાજીએ બારોબાર કડાં કરી લીધેલ” ‘બંધ ખાતાના નામે GST રીફંડ લઈ આચર્યું કૌભાંડ

  • GST વિભાગે બંધ પેઢીને નોટીસ પાઠવતા મેતાજીનો ભાંડો ફૂટી ગયો : મામલો પહોંચ્યો હતો પોલીસ મથકે

  • પોલીસે કરોડોના કૌભાંડમાં આરોપીને કોર્ટમાં રજુ કર્યોં  તે જ દિવસે મેતાજીના વકીલ રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો ધ્યાને લઈ જામીન મુકત કરવા કોર્ટનો આદેશ

દેશ દેવી ન્યૂઝ તા. ૨૦ નવેમ્બર ૨૪ જામનગર આ કેશની હકિકત એવી છે કે, જામનગરમાં બેડી બંદર રોડ ઉપર તીરૂપતી પાર્કમાં રહતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ આરોપી રાજુભાઈ જગેટીયા સામે ફરીયાદ નોંધાવી હતી તેમાં તેમના જુના ધંધાના નામે બોગસ જી.એસ.ટી. એકાઉન્ટ ખોલી તેમાં ટ્રાન્ઝેકશન કરી અંદાજે પાંચ કરોડ રૂપિયાનું જી.એસ.ટી. રીફંડ મેળવી લીધેલ અને મેતાજીએ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી ખોટું ખાતું ખોલાવી અને અર્થમેટ ફાયનાન્સીંગ ઈન્ડીયા પ્રા.લી.માંથી લોન પણ કારખાનાના નામે મેળવી લઈ અને બારોબાર વાપરી નાખી હતી.

આ ફરીયાદ જાહેર કરી અને આરોપીની ઘરપકડ કરી અને નામ.અદાલતમાં રજુ કરવામાં આવેલ, જેથી આરોપીએ નામ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, “૧ વર્ષ પહેલા ફરીયાદીના કારખાનામાં આરોપી મેતાજી તરીકે કામ કરતા હતા, અને તેઓ પોતાનું તમામ કારભાર સંભાળતા હતા અને તેમને પોતાના તમામ ધંધાના વ્યવહારથી વાકેફ હતા, અને તેનો ગેરલાભ લઈ અને આરોપીએ આ કારખાનું બંધ હોવા છતાં તેમના નામે ખોટા બિલીંગ કરી અને ખોટા ટ્રાન્સેકશન રેકર્ડમાં કરી અને મોટું કૌભાંડ કર્યું હોવાનું રેકર્ડ ઉપર આવ્યું હતું

જેથી ફરીયાદી વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયા ને તેના કારણે ફરીયાદીને જી.એસ.ટી. વિભાગમાંથી નોટીસ આવતા આ તમામ ભાંડો ફુટી ગયેલ છે અને આ તમામ રેકર્ડ આરોપીએ સ્વીકાર કરેલ છે, આ તમામ દલીલો ધ્યાને લઈ અને આ કામના આરોપી સામે રેકર્ડ આધારીત કેશ છે અને પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે કે, આરોપીએ આ કૌભાડ કરેલ છે, આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં વેપારી આલમમાં ખોટી ઈફેકટ થશે, આમ આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ તમામ ફરીયાદ જી.એસ.ટી. બાબતની છે અને આ ફરીયાદમાં કારખાને દારે વ્યવહાર કરેલ છે કે, હાલના આરોપીએ તે તપાસનો વિષય છે અને તે પુરાવાનો વિષય છે, આરોપી તે ફરીયાદીના કારખાનામાં કામ કરતો હોય, જેથી આ કૌભાંડ તેમને જ કરેલ હોય, તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર હાલના આરોપીના નામનો આવેલ નથી અને માત્ર અને માત્ર અનુમાનીત આધારોથી મેતાજીની અટક કરી લેવામાં આવેલ અને પોલીસ રૂબરૂ કબુલાતો લેવડાવી અને આરોપી બનાવેલ છે અને તેમના સામે જે ગુન્હો દાખલ થયેલ છે,

તેનું તમામ રેકર્ડ ધ્યાને લેવામાં આવે તો રેકર્ડ તમામ કબજે કરી લેવામાં આવેલ છે, જેથી હવે કોઈ વિશેષ તપાસ કરવાની જરૂરીયાતમાં આરોપીની હાજરીની જરૂરીયાત હોય, તેવું નથી અને જે ગુન્હો દાખલ થયેલ છે, તેની તમામ તપાસ આરોપી પક્ષ તરફથી સંપુર્ણ સરકાર આપતા પુર્ણ થઈ ગયેલ છે, જેથી આરોપીને આ પ્રકારે અનુમાનીત આધારના ગુન્હામાં જેલ હવાલે કરી શકાય નહી, આમ, તમામ દલીલો ધ્યાને લઈ અને

આરોપીને પોલીસ નામ.અદાલતમાં લઈ આવેલ તે જ દિવસે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી રાજુભાઈ જગેટીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની, હરદેવસીહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.