જામનગર સજુબા ગર્લ્સ સ્કુલમાં મધરાતે ધાર્મિક સ્થળનું મેગા ડિમોલિશન : SP ખડેપગે

0
4334

જામનગરના વિવાદીત ધાર્મિક સ્થળ પર પોલીસે રાતો-રાત બુલડોઝર ફેરવી દીધું :

  • સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં આવેલી દરગાહનું દબાણ દૂર કરાયું: એસ.પી. સહિતનો પોલીસ કાફલાએ કરેલી કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ

દેશ દેવી ન્યૂઝ જામનગર: તા. o૩ જૂન ૨૩ જામનગર શહેરમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં આવેલી દરગાહનું મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને એસ ડી એમ સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે હાજર રહ્યો હતો.જામનગર શહેરમાં મોડી રાત્રિના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સજુબા ગર્લ્સ હાઇસ્કૂલની ઐતિહાસિક ઇમારતમાં આવેલું વિવાદિત ધાર્મિક સ્થળ દૂર કરાયું હતું અને વહેલી સવારમાં ઓપરેશન પૂરું કરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળની આસપાસ કે અન્ય જગ્યાએ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઐતિહાસિક ઇમારતમાં આવન-જાવનના ચારેય તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં હતા. ઓપરેશન પૂર્ણ કર્યા બાદ રસ્તા ખુલ્લા મુકવામાં આવ્યાં હતા. હાલ તો સમગ્ર ધાર્મિક સ્થળ દૂર કરાયા પછી કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. મોડી રાત્રિના શહેરમાં આવેલી સજુબા ગર્લ્સ હાઇસ્કલ અંદર આવેલી દરગાહ પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવાયું હતું અને ધાર્મિક સ્થળનું દબાણ ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું હતું. સ્કૂલની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ઐતિહાસિક સજુબા ગર્લ્સ હાઇસ્કૂલની અંદર બુલડોઝર, ટેકટર સહિતના વાહન તેમજ સાધનો વડે વિવાદિત ધાર્મિક જગ્યા દૂર કરવામાં આવી હતી. મોડી રાત્રેથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વહેલી સવારે ઓપરેશન પૂર્ણ થયું હતું. સમગ્ર ઘટના દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ બન્યો નથી. હાલ શહેરમાં રાબેતા મુજબ જનજીવન ચાલી રહ્યું છે.