જામનગર ગુલાબનગરમાં મનપાનું મેગા ડિમોલિશન : એસ્ટેટ કર્મી અને આસામી વચ્ચે તું..તું..મે..મે.. : જુવો VIDEO

0
4003

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જામ્યુકોની જમીન પરનું ગેરકાયદે દબાણ હટાવવા ડીમોલીશન

  • પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ 32 આસામીઓ દ્વારા કરાયેલું દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવાઇ
  • મનપાના એસ્ટેટ કર્મી અને આસામી વચ્ચે શાબ્દિક ટપા-ટપી..

દેશ દેવી ન્યુઝ તા. oપ જાન્યુઆરી ૨૩ જામનગર: શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકાની અઢી હજાર ફૂટ જેટલી જગ્યામાં 32 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરાયું હતું, જ્યાં ભારે પોલીસ બંદોબસ્ત ની સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નવા રોડ બનાવવા માટે થઈને અંદાજે અઢી હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. શહેરના ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યા આવેલી છે, જેમાં ઘણા સમયથી કેટલાક શખ્સો દ્વારા દબાણ કરી દેવાયું હતું. ઉપરોક્ત જગ્યામાં 9 મીટર તેમજ 22 મીટરના અલગ અલગ બે નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. જે રસ્તા પરની જગ્યામાં જ જુદા જુદા 32 જેટલા આસામીઓ એ દબાણ કરીને કાચા- પાકા મકાનો, ઓરડી, ગાર્ડન વગેરે બનાવી લીધા હતા. જે તમામને જગ્યા ખુલ્લી કરવા માટેની નોટિસ પાઠવાઇ હતી, તેમ છતાં પણ જગ્યા ખુલ્લી કરવામાં આવી ન હતી.

દરમિયાન જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાના સુચના મુજબ એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી તથા યુવરાજસિંહ ઝાલા, ના માર્ગદર્શન હેઠળ 12 થી વધુ દબાણ હટાવ શાખાના કર્મચારીઓની ટુકડી એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સાથે સિન્ડિકેટ સોસાયટીમાં પહોંચી હતી, અને પોલીસ બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. જેમાં PSI બી.બી કોડીયાતર, PC જીતેન્દ્રર્સિંહ ખુમાનસિંહ જાડેજા, સુરપાલસિંહ ઉદયસિંહ જાડેજા, મહિલા પોલીસ કર્મચારી તસ્લીમા સફિયા, જીએચ ગોજીયા સહિતના પોલીસ બંદોબસ્ત ને ગોઠવવામાં આવ્યો હતો, અને મહાનગરપાલિકાની અંદાજે અઢી હજાર ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.