જામનગરના સચાણામાં ગેરકાયદે ધાર્મિક સ્થળે મેગા ડીમોલીશન : જુવો VIDEO

0
6569

બેટ દ્વારકા બાદ સચાણામાં ગેરકાયદે ધાર્મિક સ્થળે મેગા ડીમોલીશન

  • ખીજડીયા અને સચાણા ગામ વચ્ચે આવેલા પક્ષી અભયારણ્ય નજીકના ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો પર ફરી વળ્યું જામ્યુકોનું બુલડોઝર
  • ફોરેસ્ટ વિભાગ, એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે કાર્યવાહી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર તા.૨૨ ઓક્ટોબર ૨૨ ચાલુ મહિનામાં ગૃહવિભાગના આદેશ અનુસાર રેન્જ આઇની નજર હેઠળ પહેલા બેટ-દ્વારકામાં ખડકી દેવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર ‘મેગા ડીમોલીશન’ હાથ ધરવામાં આવ્યું હતું, કાર્યવાહી હજુ ઠરી નથી ત્યાં હવે જામનગર જીલ્લામાં આ પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવારે સચાણા ગામમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યું છે.આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે, શનિવારે ધનતેરસના દિવસે જામનગરથી ખીજડીયા અને સચાણા ગામ વચ્ચે આવેલા પક્ષી અભિયારણ પછી આવતી ગેરકાયદેસર કાજનશાહ પીરની દરગાહ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાઇ છે. હાલ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જામનગરના દરિયા કિનારે આવેલા અને ખીજડીયા અને સચાણા ગામની વચ્ચે આવેલી કાજનશા પીર દરગાહ જે ગેરકાયદેસર હતી તે શનિવારે વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મરીન નેશનલ પાર્ક, ફોરેસ્ટ વિભાગ, એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે સચાણા ગામમાં દરિયા કાંઠે આવેલી કાજનશાહ પીર બાબાની દરગાહ તોડી પડાઇ છે અને જેસીબી સહિતની મશીનરી તેમજ 200થી વધુ પોલીસ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બેટ દ્વારકામાં પણ ગેરકાયદે ખડકી દેવાયેલ ધાર્મિક સ્થાનોને પણ ત્રણ તબક્કામાં તોડી પાડવામાં આવેલ હતા.અહીંના પાંજ વિસ્તારમાં રેસિડેન્સ અને કોમર્શિયલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. મેગા ડિમોલિશનમાં કરોડોની કિંમતનું દબાણ દૂર કરાયું હતું. 45થી વધુ ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરાયું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના બંગલાઓ પણ તોડી પડાયા હતા. તદુપરાંત 3 લાખ ફૂટ જેટલી ગામતળ, ગૌચર અને મરીન વિસ્તારની જમીન પરથી દબાણો દૂર કરાયા.