મેગા ડીમોલીશન : દ્વારકા બાદ હર્ષદમાં ગેરકાયદેસર ખડકાયેલ બોધકામો દૂર કરાયા

0
1827

દ્વારકા બાદ હવે હર્ષદમાં મેગા ડીમોલીશન 1200 જેટલા પોલીસ કર્મીઓની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હર્ષદમાં સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો દૂર કરાયા

દેશ દેવી ન્યુઝ તા.૧૧ માર્ચ ૨૩ ખંભાળિયા: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મ સ્થળ હર્ષદ (ગાંધવી) ખાતે આજથી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને 18 જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇસ્યુ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જુદા-જુદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.આજે સવારથી હર્ષદ ગાંધવી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ તથા એસઆરપી સહિતનો સુરક્ષા કાફલો ગત રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, એમ.એન. પરમાર, સહીત પી.આઈ., પી.એસ.આઈ. સહિત આશરે 1200 જેટલા મહિલા કર્મીઓ, પોલીસ જવાનોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હર્ષદ (ગાંધવી) સ્થિત હર્ષદ માતાજી મંદિરથી થોડે દૂર કરવામાં આવેલા વિવિધ દબાણો પર જેસીબી જેવા મશીન વડે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે સરકારી તંત્ર દ્વારા અનધિકૃત દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસો સામે તેઓ કોર્ટમાં ગયા હતા અને તેઓની અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. હર્ષદ ગાંધવી ધર્મસ્થળ ખાતે વ્યાપક દબાણ ઝુંબેશ પણ બેટ દ્વારકાની જેમ લાંબો સમય ચાલે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.