જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક : બજેટ મા રૂ.૧રપ કરોડનો વધારો

0
1579

જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક : બજેટ મા રૂ.૧રપ કરોડનો વધારો

  • કર દર વધારા વગર નું કમિશનર નું બજેટ સ્ટેન્ડિંગ મા પણ મંજૂર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ ફેબ્રુઆરી ૨૪, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત તા. ર-ર-ર૪ ના રજુ કરવામાં આવેલ રૂ. ૧ર૪૩ . ૭૦ કરોડ ના વાર્ષિક અંદાજ પત્ર અન્વયે આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ૧રપ કરોડના આવક-ખર્ચને ગણતરીમાં લેવામાં આવતા હવે બજેટનું કદ સવાસો કરોડનું વધીને કુલ રૂ. ૧૩૬૮ કરોડ નું મંજૂર કરાયું હતું.જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, ઉપરાંત કમિટી નાં સભ્યો અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.ગત તા. ર-ર-ર૪ના મ્યુનિ. કમિશનર દ્વારા વર્ષ ર૦ર૪-રપ નું વાર્ષિક રૃા. ૧ર૪૩.૭૦ કરોડના ખર્ચવાળું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું તેમાં સવાસો કરોડના આવક-ખર્ચની ગણતરી કરી તેઓએ બજેટનું કદ વધારે કુલ રૃા. ૧૩૬૮ કરોડનું કરવામાં આવ્યું હતું. જેના ઉપર ચર્ચા કર્યાના અંતે બજેટને મંજુરી આપી સામાન્ય સભા તરફ મંજુરી માટે મોકલી આપવામાં આવ્યું હતું.મિલકત વેરા, પાણી વેરા, સરચાર્જ, કન્ઝર્વન્સી ચાર્જ, વ્હીકલ, મનોરંજન વેરો, વ્યવસાય વેરો રીબેટ માં.કોઈ ફેરફાર સૂચવાયો ન હતો. રેન્ટ બેઈઝ મુજબ ની વ્યાજ માફી યોજનાની મુદ્દત ૩૧-૩-રપ સુધી કરવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે ક્ષેત્રફળ આધારીત બાકી મિલકત વેરા વસુલાત માટે વ્યાજ માફી યોજનામાં ૧૦૦ ટકા માફી આપવા ભલામણ કરવામાં આવી છે.વોટર વર્કસ, એસ્ટેટ શાખાના દર, ટાઉન હોલ ભાડા, કારખાના લાયસન્સ, પાર્કિંગ જાહેરાત નાં દર , સોલીડ વેસ્ટ, ફાયર ચાર્જ, ભૂગર્ભ ગટર ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. ગાર્ડન એન્ટ્રી ફ્રી, તળાવ એન્ટ્રી ફ્રી, ભુજીયા કોઠા એન્ટ્રી ફ્રી, કોમ્યુનિટી હોલ ભાડું સહિતના નો દરો પણ યથાવત રાખવા નિર્ણય લેવાયો હતો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના દિને સિટી બસમાં મહિલાઓને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. સમર્પણ જંકશન સર્કલ પાસે ૬પ કરોડના ખર્ચ અને અને ઠેબા ચોકડી પાસે રૃા. ૬૦ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવશે આ માટે કુલ ૧રપ કરોડની રકમ સરકાર ફાળવશે. જે રકમ નો આજ ની બેઠક માં સમાવેશ કરાયો હતો. આથી બજેટનું કદ વધવા પામ્યું છે. ઉપરાંત મહાનગરપાલિકાની સેવાઓ ઓનલાઈન કરાશે. આ માટે એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે.તેની પણ જાહેરાત કરવામાં આવી છે.

ઉપરાંત ૬૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, ૧૪૦૪ આવાસ નું રી-ડેવલોપમેન્ટ, પાઈપ લાઈન, રોડ સર્ફેસના કામો, લોક ભાગીદારી થી સીસી રોડ, બ્લોક ના કામો, અન્ય ચાર રોડ ને ગૌરવ પથ તરીકે વિકસાવવા, ઓડીટોરીયમ, નવા બે સ્ટેશન બનાવવાના આયોજન ને પણ બહાલી અપાઈ છે.

તો વધુ એક વખત રાત્રિ બજારનો ઈરાદો જાહેર થયો છે. વર્ષ ર૦ર૪-રપ માં મહાનગરપાલિકા પોતાના ફાળા પેટે રૃા. ર૦ કરોડ શિક્ષણ સમિતિને ફાળવશે ઉપરાંત ફર્નિચર રિપેરીંગ માટે દોઢ કરોડની રકમ પણ ફાળવશે જ્યારે વી.એમ. મહેતા મ્યુનિ કોલેજ ને રૂ. ૧પ કરોડ ની રકમ ફાળવવા માં આવશે.

આજે સવાસો કરોડના કદ વધારા પછી ઉઘડતી પુરાંત રૃા. ૩૬પ કરોડ, ઉપજ ૧૧૮૭ કરોડ મળી કુલ રૃા. ૧૧પર કરોડમાંથી ૧૩૬૮ કરોડનો ખર્ચ અંતે ૧૮૪ કરોડની બંધ પુરાંત દર્શાવાઈ, હવે સામાન્ય સભા તરફ બજેટ ને મંજૂરી માટે મોકલી અપાશે.