જામનગરના GIDCમાં આરો પ્લાન્ટ માંથી મસમોટી વિજ ચોરી ઝડપાઇ

0
3755

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક આરો પ્લાન્ટ ના કારખાનામાંથી મસ મોટી વીજ ચોરી પકડાઈ

  • વડોદરા ની વિજિલન્સની ટીમ અને વીજ પોલિસ મથકના સ્ટાફની સંયુક્ત કામગીરીમાં ૨૦ લાખની વીજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૦૧ ઓગસ્ટ ૨૪ જામનગર ના દરેડ જી.આઈ.ડી.એસ. વિસ્તારમાં આવેલા એક આરો પ્લાન્ટ ના કારખાનામાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાની બાતમી ના આધારે વડોદરા ની વીજ કંપનીની ટીમ ત્રાટકી હતી, અને દરોડો પાડી અંદાજે ૨૦ લાખ રૂપિયા ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે. અને થાંભલા પરથી ડાયરેક્ટ મેળવવામાં આવેલો વીજ વાયર સહિતનું સાહિત્ય કબજે કરી લેવામાં આવ્યું છે.

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક આરો પ્લાન્ટના કારખાનામાં વીજ ચોરી થઈ રહી છે તેવી માહિતી મળતાં વડોદરા ની વિજિલન્સ ટુકડી, જુનાગઢ વીજ પોલીસ જામનગર વીજ પોલીસ મથક સહિતની મોટી ટુકડી આજે સવારે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ત્રાટકી હતી.જ્યાં કમલેશભાઈ કેશુભાઈ ભાનુશાળી ના નામનું વિજ જોડાણ મેળવાયેલું છે, જ્યાં વીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે ચેકિંગ કરતાં વિજ થાંભલા પરથી ડાયરેકટ લંગરીયું વિજ જોડાણ મેળવીને મીટરમાંથી બાયપાસ કરીને ગ્રીપ ની અંદર વાયરને ભરાવી દઈ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી ચેકિંગ ટુકડીએ થાંભલા પરથી કારખાના સુધીનો લાંબો વીજ વાયર તેમજ મીટર સહિતનું સાહિત્ય કબજે કરી લીધું હતું, અને કારખાના ના સંચાલક ને ૧૯,૯૨,૦૦૦ નું પુરવણી બિલ આપ્યું છે, જયારે ૧,૬૪,૦૦૦ જેટલો કમ્પાઉન્ડ ચાર્જ ભરવા નું જણાવાયું છે, તેમજ વિજ જોડાણ કટ કરીને તેની સામે વીજ પોલીસ પથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.