જામનગર જિલ્લાના જામજોધપુર- લાલપુર પંથકમાં વીજ ચેકિંગ ટુકડીના સામુહીક દરોડો

0
1564

જામનગર જિલ્લાના જામજોધપુર- લાલપુર અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ ટુકડીના સામુહીક દરોડો

  • ૫૮ વીજ ચેકિંગ ટુકડી મારફતે ચેકીંગ દરમિયાન ૪૯.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૪, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સોમવારે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તેમજ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, અને ૫૮ જેટલી ચેકિંગ ટુકડી મારફતે ૧૧૮ વિજ જોડાણ માંથી ૪૯.૨૫ લાખની વીજ ચોરી પકડી પાડી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ દ્રાઈવ દ્વારા આજે જામજોધપુર તાલુકાના મોટા કાલાવડ, મોરઝર, જોગરા, સાઈદેવળીયા, રબારીકા સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ખાવડી, બેડ, રાવલસર અને વસઈ ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાલપુર તાલુકાના આરબલુસ, ઈશ્વરીયા મેઘનાગામ સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું.

૫૨ જેટલી વીજ ચેકિંગ ટુકડી દ્વારા કુલ ૫૮૮ જેટલા વિજ જોડાણ ને ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧૧૮ વિજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડી હતી, અને તેઓને ૪૯.૨૫ લાખના વિજ ચોરી ના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.