જામનગર બેડીનો શખ્સ પ્રતિબંધિત પિરોટન ટાપુએ પહોંચ્યો : જેટી પર પોલીસે સરભરા કરી

0
5661

જામનગરના પ્રતિબંધિત પિરોટન ટાપુ પર પ્રવેશ કરી જાહેરનામાં નો ભંગ કરનાર શખ્સ ની બેડી મરીન પોલીસ દ્વારા અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ માર્ચ ૨૪, જામનગર નજીક બેડી પાસેના દરિયામાં આવેલા પીરોટન ટાપુ પર લોકોની અવરજવર માટે પ્રતિબંધ હોવા છતાં એક માછીમાર ગેરકાયદે પીરોટન ટાપુ પર પહોંચ્યો હતો, અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.જામનગરના બેડી વિસ્તારમાં રજા નગરમાં રહેતો અને માછીમારી કરતો જાફર અબ્દુલ કકકલ નામનો વાઘેર શખ્સ (ઉંમર વર્ષ ૩૫) કે જે પોતાની બોટ મારફતે કોઈપણ પ્રકારની મંજૂરી વિના પિરોટન ટાપુ પર આવેલી દરગાહે દર્શન કરવા ગયો હતો, અને ત્યાંથી બોટ મારફતે જેટી પર પરત ફરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમને આ અંગેની જાણકારી મળી હતી, અને મરીન નેશનલ પાર્કની વન સરક્ષણની કચેરી માંથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદે રીતે ટાપુ પર ગયો હોવાથી તેની સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.