મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રીને 7 વર્ષની જેલની સજા થઈ.

0
1794

મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રીને 7 વર્ષની જેલની સજા થઈ.

દક્ષિણ આફીકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશીષ લતા રામગોબિનને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર : દક્ષિણ આફીકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશીષ લતા રામગોબિન ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન મુદ્રા) એટલે કે લગભગ 3.22 કરોડ રૂપિયાના ફ્રોડ એન્ડ ફ્રોજરી કેસમાં તેમની ભૂમિકા બદલ દોષિત ઠેરવ્યા છે.

ણયય ગયૂત ની સહયોગી વેબસાઈ8 વીઓનના જણાવ્યાં મુજબ 56 વર્ષના આશીષ લતા રામગોબિન પર આરોપ હતો કે તેમણે બિઝનેસમેન એસ આર મહારાજને દગો કર્યો હતો. એસ આર મહારાજે તેમને ભારતમાં રહેલા એક ક્ધસાઈન્મેન્ટની આયાત અને કસ્ટમ ડ્યૂટી પેટે 6.2 મિલિયન રેન્ડ (આફ્રિકન ચલણ) એડવાન્સમાં આપ્યા હતા.

આશીષ લતા રામગોબિને તેના નફામાં ભાગીદારી આપવાની વાત કરી હતી.

આશીષ લતા રામબોબિન જાણીતા એક્ટિવસ્ટ ઈલા ગાંધી (ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધીના પુત્રી) અને દિવંગત મેવા રામગોવિંદના પુત્રી છે.

જેમણે દક્ષિણ આફ્રીકામાં પોતાના કાર્યકાળ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ફિનિક્સ સેટલમેન્ટને પુર્નજીવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.