Home Gujarat Jamnagar જામનગરમાં હર્ષિદા ગરબા મંડળનો મહાપ્રસાદ: “દેશ દેવી” આશાપુરા માતાજી મંદિરના મહંત રાજાબાવા...

જામનગરમાં હર્ષિદા ગરબા મંડળનો મહાપ્રસાદ: “દેશ દેવી” આશાપુરા માતાજી મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીની ખાસ ઉપસ્થિતી: VIDEO

0

શ્રી હર્ષિદા ગરબા મંડળ દ્વારા જામનગરની તમામ ગરબા મંડળની ૩૦ હજાર વધું બાળાઓને ભોજન કરાવાયું

  • હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ-હર્ષિદા ગરબા મંડળ દ્વારા આયોજન જામનગરમાં 30 હજાર ગરબી મંડળની બાળાઓએ મહાપ્રસાદનો લાભ લીધો.
  • સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરમાં હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. 15ને રવિવારના વિશા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળિયા નાકા બહાર 30,000 બાળાઓનો મહાપ્રસાદ જમાડવાનું આયોજન કરાયું હતું. જેમાં શહે૨ના બાળકો, ગરબી મંડળના સંચાલકો, સેવાભાવિ કાર્યકરો તથા ધર્મપ્રેમીઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.શહેરમાં હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હર્ષિદા ગરબા મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતની અલગ-અલગ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના હસ્તે મહાપ્રસાદ પીરસી કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. કાર્યક્રમમાં બાળાઓને ભારતીય બેઠકમાં કતારબંધ બેસાડી માતાજીનો મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો. શહેર વિસ્તારમાં અભ્યાસ કરતી આશરે 50 જેટલી શાળાઓ તેમજ મદ્રેસાની બાળાઓ આ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. તા. ૧૬ ને રવિવારના મંડળ દ્વારા સવારે 6 વાગ્યે કટારીયાવારા વાછરાદાદાની બાવનગજની ધ્વજા સમારંભના સ્થળે ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સવારે 9ના મંડળ દ્વારા મંગલાચરણ, 11 વાગ્યે સંતો મહંતો સમારંભના સ્થળે પધાર્યા હતાં અને તેમનું સ્વાગત અને સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યાર બાદ 11.30ના માતાનો મઢ કચ્છ જાગીર દેશદેશી આશાપુરા માતાજી મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાજીનો મંગલદિપ પ્રગટાવાયો હતો, 12 વાગ્યે સમારંભમાં પધારેલા સંતો-મહંતો અને આમંત્રિત મહેમાનોના હસ્તે માતાજીની મંગલ આરતી ઉતારવામાં આવી હતી. 12.30 વાગ્યે જુનાગઢ ભવનાથ તળેટી પંચદશનામ જુના અખાડાના થાનાપતિ મહંત બુદ્ધગીરી બાપુના હસ્તે મહાપ્રસાદ પીરસીને મહાપ્રસાદની શરૂઆત કરાઇ હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version