જામનગરમાં મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
-
મોટીહવેલી થી પ્રભાત ફેરી તથા મહાપ્રભુજી બેઠક થી પાલખી યાત્રા યોજાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, એપ્રિલ ૨૫ જામનગરમાં આજે ચૈત્ર વદ એકાદશી અર્થાત વરૂૂથી ની એકાદશી પર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. સવારે ૭ કલાકે મોટી હવેલીથી પ્રભાત ફેરીએ પ્રસ્થાન કર્યુ હતુ જેમાં વાહનયુક્ત વૈષ્ણવો જોડાઈ ને સેતાવડ,હવાઇ ચોક, ખંભાળીયા ગેઇટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા સર્કલ, ગૌરવ પથ, ટાઉન હોલ,ત્રણ બત્તી, બેડી ગેઇટ, નાગનાથ ગેઇટ થઇ હવેલી ગૌશાળા થઇ કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠકે પહોંચ્યા હતાં. જામનગર ભાટીયા મહાજન સંચાલિત “મહાપ્રભુજીની ૫૬ મી બેઠકે ભવ્ય પાલખી યાત્રા યોજાઇ હતી જેમાં જયરાજભાઈ ઉદ્દેશી (પ્રમુખ ભાટીયા મહાજન), ચંદ્રેશભાઈ વેદ, વિજયભાઈ આશર, રાજુભાઈ પાલેજા, જયુભાઈ આશર તથા રાજુભાઈ નેગાંધી અને સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ બહેનો પુષ્ટી માર્ગીય પહેરવેશ ધારણ કરી બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.