ચાલો..હરિદ્વાર..જામનગરમાં કથાના નામે છેતરપીંડી : મહિલાઓનું હલ્લાબોલ જુવો Video

0
5322

જામનગરમાં કથાના નામે છેતરપીંડી અનેક વિસ્તારોમાંથી મહિલાઓ પાસેથી કરાયા છે રૂા.3100ના ઉઘરાણાં

મહિલાઓને રૂા.3100માં હરિદ્વારની યાત્રાએ લઇ જવાનું કહી છેતરી લેવાયા: ટ્રેન રદ થયાનું ગાણું: મામલો પહોચ્યો પોલીસ મથકે :આકડો કરોડોને આંબશે.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 06. જામનગરમાં મહિલાઓને સસ્તા દરે હરિદ્વારની યાત્રાએ લઇ જઇ અને ત્યાં શ્રીમદ્દ ભાગવત કથામાં પોથી મુકવાની લાલચ આપી એક મહિલા અને એક પુરૂષ દ્વારા છેતરપીંડી આચયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.આ અંગેની વિસ્તૃત વિગત મુજબ, જામનગર શહેરમાં અનેક મહિલાઓને ખાસ કરીને વયોવૃઘ્ધ મહિલાઓને સસ્તા દરે જામનગરથી ઉત્તરાખંડના પ્રસિઘ્ધ તિર્થક્ષેત્ર હરિદ્વાર લઇ જઇ ત્યાં ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પોથી મુકાવાની લાલચ આપવામાં આવી હતી.આ કારસ્તાનમાં એક જામનગરની મહિલા અને રાજકોટના શખસે મહિલાઓને ભોળવીને તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂા.3100/-ના ઉઘરાણા પણ કરાવી લીધા હતાં બાદમાં મહિલાઓને યેન-કેન પ્રકારે આ મહિલા અને પુરૂષ પ્રત્યે અશ્ર્વિવાસ ઉભો થતા તેમણે વધુ પુછપરછ કરી હતી અને તેઓને કોઇ હરિદ્વાર લઇ જવા નથી અને તેમની સાથે છેતરપીંડી થયાનું તેમને અહેસાસ થયો હતો.

આ વાત વાયુવેગે પ્રસરી જતા અનેક મહિલાઓ સોમવારે બપોરે જામનગરના સીટી-બી ડીવીઝને પહોંચી હતી અને પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી, મહિલાઓ પાસે રહેલી રૂા.3100ની પહોંચી હોય જે તેઓએ પોલીસ ખાતામાં રજૂ કરી હતી.

પોલીસે મહિલાઓની વાત પરથી તપાસ હાથ ધરી હતી અને સોમવારે મોડી સાંજે જામનગર સીટી-બી ડીવીઝનમાં આ અંગે આરોપીઓ વિરૂઘ્ધ 406-420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હરિદ્વાર યાત્રા લઇ જઇ જવાનું કહી આ ટોળકીએ જામનગરના કોઇ એક વિસ્તાર નહીં પરંતુ અનેક વિસ્તારોમાં નેટવર્ક ફેલાવીને અનેક મહિલાઓને આવી લાલચ આપીને રૂા.3100ના ઉઘરાણાં કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે.