જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે સસ્તા અનાજનો ગે.કાયદેસર જથ્થો સ્થગિત : પરવાનો મોકુફ

0
327

જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે સસ્તા અનાજના ગેરકાયદે જથ્થા અંગે જિલ્લા પુરવઠા તંત્રની કાર્યવાહી..

ચોખાના 301 કટ્ટા તેમજ ટ્રક મળી કુલ 7.25 લાખનો મુદ્દામાલ સ્થગિત કરાયો.. કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાનેથી ચોખાનો જથ્થો ભરાયાનું ખૂલતાં દુકાનદારનો પરવાનો મોકુફ કરી ફરિયાદ દાખલ કરવા અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ.. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર,26 ઓકટોબર જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટીયા પાસે વ્રજ ફુડ પ્રોડકટસ નામની દુકાન/ગોડાઉનમાં વાજબી ભાવની દુકાનનો શંકાસ્પદ જથ્થો ઉતરતો હોવાની પોલીસ વિભાગ દ્વારા  જામજોધપુરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી

જેના અનુસંધાને મામલતદાર જામજોધપુર અને ટીમ દ્વારા ગત તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સ્થળની આકસ્મિક તપાસણી કરવામાં આવતાં વ્રજ ફુડ પ્રોડકટસ નામની દુકાન/ગોડાઉન ખાતેથી ચોખાના ૫૦ કિ.ગ્રા.ના એક એવા કુલ-૩૦૧ કટૃાઓ જેનો કુલ ચોખાનો જથ્થો તેમજ ટાટા કંપનીના ટ્રક નંબર GJ04AW1891 ની હાલની બજારકિંમત રૂા. ૫,૦૦,૦૦૦/- થાય છે આ બંન્ને મળી કુલ રૂા.૭,૨૫,૦૦૦/- નો જથ્થો સ્થગિત કરવામાં આવેલ છે.

તપાસણી દરમ્યાન ડ્રાયવરના નિવેદન મુજબ તેઓ દ્વારા કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી ચોખાનો જથ્થો ભરવામાં આવેલ હોવાનું જણાવેલ. જે અન્વયે જિલ્લા પુરવઠા અઘિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે આસી.ડાયરેકટર ગાંધીનગરની ટીમ તથા મામલતદાર જામજોધપુર અને ટીમ દ્વારા તા.૨૫/૧૦/૨૦૨૧ ના રોજ વિશેષ તપાસણી અર્થે કડબાલ ગામના વ્યાજબી ભાવના દુકાનદાર ભાયાભાઇ જીવાભાઇ બેલાની દુકાનની તપાસણી કરવામાં આવેલ અને તપાસણીમાં જણાયેલ ગેરરીતિઓ બદલ દુકાને હાજર કુલ રૂા. ૧,૨૭,૧૮૪/- કિંમતનો તમામ જથ્થો સ્થગિત કરવામાં આવેલ છે

તેમજ આ અંગે એફ.પી.એસ. દુકાનદારનો પરવાનો મોકુફ કરવા, પોલીસ ફરીયાદ દાખલ કરવા તેમજ ગેરકાયદેસર ઉતરેલ જથ્થાની વિસ્તૃત તપાસ શરૂ હોય, આ પ્રકરણમાં સંડોવાયેલા તથા ગુન્હાહિત પ્રવૃતિઓ આચરનાર તમામ ઇસમો સામે સખ્ત પગલાં લેવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા સસ્તાં અનાજના પરવાનેદારો વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી  જામનગર દ્વારા જણાવાયું છે.