ઇંડાની લારીને લઈ મ્યુ.વિપક્ષી નેતા – હિન્દુ સેના મેયરના ધામમાં..

0
1416

ગુજરાતમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાની માંગ તિવ્ર બની..

બીજી બાજુ આજે જામનગરમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા ગરીબ લોકોની રોજીરોટીના પ્રશ્નોને લઇ મેયરને રજુઆત સાથે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિટલરશાહી નહિ આકી લેવાય.!

તેવામાં હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા પણ જાહેર માર્ગ પર માસ-મટન, ઇંડાની રેકળીઓ બંધ કરાવા મેયરને રજુઆત કરી હતી.

સ્વામી નારાયણનંદજી દ્વારા યાત્રાધામ દ્વારકા માંથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા અપીલ કરી દ્વારકામાં આવતા ભક્તોની લારીઓ જોઈ લાગણી દુભાતી હોવાની રજૂઆત..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫. જામનગર: ગુજરાતના મોટા શહેરમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવામા આવી રહી છે અથવા દૂર કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે શારદાપીઠના સ્વામીજી બ્રહ્મચારી નારાયણનંદજી દ્વારા પણ યાત્રાધામ દ્વારકામાંથી આવી લારીઓ દૂર કરવા માટે અપીલ કરવામા આવી છે.

દેવભૂમિ દ્વારકા ચારધામ પૈકીનું એક ધામ છે. તથા સપ્તપુરી પૈકીની એક પુરી છે. અને હાલ રાજકોટમાં જાહેરમાં ઈંડાનું વેચાણ કરતી લારીઓ દૂર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે જામનગરમાં પણ આવી લારીઓ દૂર કરવામાં આવનાર છે. ત્યારે દ્વારકા તો વિશ્વ વિખ્યાત છે અહીં આવેલ જગત મંદિરના લીધે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે.

અને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બાદ રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જતા હોય છે ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં ઈંડાની અનેક લારીઓ આવેલી છે. અને ત્યાંથી પસાર થનાર ભક્તો ઈંડા લારીઓ જોઈ તેમની ભાવના દુભાતી હોય છે.

ત્યારે શારદાપીઠના સ્વામીજી બ્રહ્મચારી નારાયણનંદજી દ્વારા તંત્રની અપીલ કરવામાં આવી હતી કે આ લારીઓ ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ લઈ જવામાં આવે. અને દ્વારકા નગરીમાં માસ મચ્છી મટન નું વેચાણ સદંતર બંધ કરવામાં આવે.

આ અંગે સ્વામીજીએ પત્રકાર પરિષદ યોજી તમામ પત્રકાર તથા સમાજના શ્રેષ્ઠીઓને આ મુદ્દે સહકાર આપવા જણાવ્યું હતું. અને વધુમાં ઉમેરો કર્યો હતો કે જો જામનગર રાજકોટ જેવા સિટીમાં જાહેરમાં નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય તો આ ધર્મનગરી દ્વારકામાં પણ જાહેરમાં ઈંડા માંસ મચ્છી મટન લારીઓ દ્વારકાનગરી માંથી હટાવવા જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ આ અગાઉ પણ તેમના દ્વારા અનેક વખત જાણ કરાઇ હોવા છતાં પણ તંત્રએ આ વિશે નિષ્ક્રિય રહ્યા હોવાનું જણાવી દુ:ખ પ્રગટ કર્યું હતું.