જામનગરના ગાજર ફળીમાં મહિલા સંચાલિત જૂગારધામ પર LCB પ્રગટી : 5 પકડાઇ 1 ફરાર

0
2200

જામનગર મહિલા સંચાલિત જૂગારધામમાંથી ૫ મહિલા સહિત ૬ શખસો ઝડપાયા : ૧ ફેરારજુગારણ:- (૧) મમતાબેન કેતનભાઇ દવે બ્રામણ રહે . સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર (ર) ખ્યાતીબેન કેતનભાઇ દવે બ્રામણ રહે સત્યનારાયણ મંદિર રોડ ગાજરફળી શેરીમા જામનગર (3) નિકીતાબેન બ્રિજેશભાઇ ચાવડા મોચી રહે . નાગર ચકલો લાલા મેતાની શેરી જામનગર (૪) રાજેશ્રીબેન ઇન્દ્રવર્ધન ગુસાણી સોની રહે.સત્યસાઇ સ્કુલ સદગુરૂ કોલોની સ્પંદન નં -૫૦૨ જામનગર (૫) ડીમ્પલબેન કપીલભાઇ ગઢીયા દરજી રહે.લાલામેતાની શેરી છાપીયાશેરી જામનગર (૬) હરેશભાઇ જયસુખલાલ ત્રિવેદી બ્રામણ રહે.મોટી ભલસાણ તા.જી.જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર: o3 જુલાઇ ૨૨ જામનગર શહેરમાં ગાજરળીમાં મહિલા સંચાલિત ગારધામ પર એલસીબીએ દરોડો પાડીને માતા-પુત્રી સહિત પાંચ મહિલાઓ મળીને ૬ શખસોને ઝડપી લઈને અડધા લાખનો મુદામાલ કબ્જે કર્યો છે જ્યારે એક શખ્સ નાશી છુટતાં તેની શોધખોળ આરંભી છે.જામનગર શહેરના પંચેશ્વર ટાવર, સત્યનારાયા મંદીર રોડ, ગાજરફળી શેરીમા રહેતી મમતાબેન કેતનભાઈ દવે નામની મહિલા પોતાના ભોગવટાના મકાનમાં બહારથી માણસો ભેગા કરીને નાલ ઉધરાવીને જગારનો અખાડો ચલાવતી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ આર.બી.ગોજીયાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતી મમતાબેન તેમજ ખ્યાનીબેન કેતનભાઈ દવે, નિકીતાબેન બ્રિજેશભાઈ ચાવડા, રાજેશ્રીબેન ઈન્દ્રવર્ધન ગુસાણી ડીમ્પલબેન કપીલભાઈ ગઢીયા અને હરેશભાઈ જયસુખલાલ ત્રિવેદીને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી રોકડ રૂા.૨૨,૫૦૦ તેમજ ૫ મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૪૭,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે દિપક મોઢા નામનો શખ્સ નાશી છુટતા પોલીસે તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.