જામનગરના દરેડમાં સગર્ભા નેપાલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી LCB

0
1103

જામનગરના દરેડમાં સગર્ભા મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી

હત્યાના આરોપસર હાલ દરેડ અને મુળ ઉત્તરાખંડનો રહેવાસી મદફેજ જમાલુદીન અંસારીને ઉત્તરાખંડથી ઝડપી લેતી પોલીસ

આરોપીની પ્રાથમીક પુછપરછમાં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપ્યાની કબુલાતદેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
જામનગરના સીમાડે આવેલ દરેડમાં ગત તા.11ના રોજ એક સગર્ભા નેપાળી મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, આ હત્યાનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલીને એક શખસની ધરપકડ કરી છે.જે ગુનો તા.11/07/2021 ના કલાક 19/30 વાગ્યે જાહેર થયેલ છે આ ગુનાના ફરીયાદી ઇન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નરબહાદુર બદુઆલ નેપાલી ઉ.વ.45 રહે.દરેડ જી.જામનગર વાળા એ ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદ હકિકત માં આ ફરીયાદીશ્રીના પત્નિ ભુમીશા ઉર્ફે અંજુ જેઓ ગર્ભવતી હોય તેઓ તેમના રહેણાંક મકાને હાજર હતા ત્યારે કોઇ પણ અજાણ્યા ઇસમએ ચોરી લુંટ કરવાના ઇરાદે શેડ માં ગે.કા. પ્રવેશ કરી રહેણાંકે હાજર ફરીયાદીના પત્નિ ને માથાના ભાગે તેમજ નાક કપાળ ના ભાગે હથેળી આંગળીઓમાં તીક્ષણ હથિયાર થી ગંભીર ઇજાઓ કરી ખુન કરી ફરીના ધરમાંથી રોકડ રૂ.3000/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી રૂ.9000/- ના મુદામાલની લુંટ કરી અજાણ્યા ઇસમો નાશી ગયેલ હતા.આ કેસની વિગત મુજબ, ગઇ તા.11/07/2021 ના કલાક 13/15 થી 15/30 ના સુમારે દરેડ સી.એન.જી. પંપની પાછળના ભાગે ગોડાઉન ઝોન સર્વે નં.45 ના પ્લોટ નં.96 માં વિજયભાઇ લાધાભાઇ રૈયાણીના પ્લોટમાં બનવા પામેલ છે.જે અન્વયે જામનગર પંચ બી ડોવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.11202046210708/2021 ઇપીકો કલમ-302,397,447 તથા જી.પી.એકટ-135(1) થી ગુન્હો નોંધાયેલ હતો.

આ વણશોધાયેલ ખૂનના બનાવ બનતા ત્વરીત ગુનો શોધી કાઢી આરોપી પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના મુજબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુણાલ દેસાઇ ના ઓના માર્ગદર્શન મુજબ આ વણશોધાયેલ ખૂન,લુંટ નો ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી/ પંચ બી ડીસ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.

આ કામે બનાવ સ્થળ તેમજ તેમની આજુબાજુના રોડ ઉપર ના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા અને ટેકનીકલ સર્વેલન્સ ની મદદ લેવામાં આવેલ હતી અને અલગ અલગ ટીમોને તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.

આ દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. સંજયસિહ વાળા તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિહ સરવૈયા ને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે, આ બનાવને અંજામ આપનાર ઇસમ મહમદફેજ જમાલુદીન અંસારી રહે. હાલ-દરેડ તા.જી જામનગર. (મુળ રહે. ખટીમા, વોર્ડનં- 5, આપાજી ગોલ્ડન મેરેઝ હોલ, ઇસ્લામ નગર, થાના -ખટીમા જી.ઉધમસીંગનગર ઉતરાખંડ) વાળાને બાતમીદારો તેમજ ટેકનીકલ નો ઉપયોગ કરી મજકુર આરોપીને ઉતરાખંડ રાજયમાં તેમના વતન હોવાની હકિકત આધારે ઉતરાખંડ થી મજકુર ઇસમને પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ નાઓએ પકડી પાડેલ છે. મજકુર આરોપીની પ્રાથમીક પુછપરછ માં મજુરી કામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લુંટને અંજામ આપવા માટે ખૂન કરેલ નુ જણાવે છે.

આ ગુન્હાની તપાસ જામનગર પંચ બી ડોવી. પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા નાઓ ચલાવી રહેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.એસ.એસ.નિનામાનાઓ તથા. એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ , શ્રી બી.એમ.દેવમુરારી,પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી આર.વી.વીંછી તથા પો.સ.ઇ.શ્રી વી.કે.ગઢવી તથા પંચ બી ડીવી પો.સ્ટેના પો.સબ ઇન્સ. શ્રી સી.એમ.કાટેલીયા વિગેરે તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી/ જામ પંચ બી ડીવી. તથા ટેકનીકલ સ્ટાફ વિગેરે દ્રારા કરવામા આવેલ છે.