લાલપુરના રક્કા ગામમાં જુગારના અડ્ડા પર LCBનો દરોડો ૨૯ ઝડપાયા ૧ ફરાર
૨.૫૮ લાખની રોકડ સહિત ૯.૬૦ લાખનો મુદામાલ જપ્ત
લોકલ ક્રાઈમ બ્રાન્ચના કિશોર પરમાર વનરાજ મકવાણાને મળેલ બાતમીને આધારે રેઇડ
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગરના લાલપુર ગામના રક્કામાં હનીફ મામદ નાઈ અને ઇમરાન અબ્દુલ નાઈ નામના શખ્સો બહારથી માણસો બોલાવી ગંજીતતાનો જુગાર રમાડે છે. તેથી LCBના ઇન્ચાર્જ Pl કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ PSI આર.બી ગોજીયા તથા સ્ટાફ દ્વારા રેઇડ કરતા ૨૯ શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા અને જુગાર રમાડતો હનીફ મામદ નાઈ નાશી જતા પોલીસે તેને ફરારી જાહેર કર્યોં છે. અચાનક લોકલ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકતા નાશભાગ મચી જવા પામી હતી.
કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.જે ભોયે ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા , તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , અશ્વિનભાઇ ગંધા , ભરતભાઇ પટેલ , શરદભાઇ પરમાર , નાનજીભાઇ પટેલ , દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ઘાઘલ , વનરાજભાઇ મકવાણા , ધાનાભાઇ મોરી , અશોકભાઇ સોલંકી , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , દોલતસિંહ જાડેજા , ધનશ્યામભાઇ ડેરવાળીયા , ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા , રાકેશભાઇ ચૌહાણ , યોગરાજસિંહ રાણા , કિશોરભાઇ પરમાર , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , ભારતીબેન ડાંગર , દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .