જામનગરમાં મુંબઈથી પ્લેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 વેપારી સુપુત્રોને LCBએ એરપોર્ટથી ઝડપી લીધા

0
3190

જામનગરથી મુંબઇ પ્લેનમાં વિદેશી શરાબની હેરાફેરી કરતા મોટા ઘરના નબીરા ઝડપાયા

અંગ્રેજી શરાબની 9 નાની બોટલ, પાંચ મોબાઇલ સહિત રૂા.2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી LCB

(1) રાહુલ મનોહરભાઇ (મનુ ) રોહેરા જાતે-સિંધી,રહે.એ-8 મહાવીર એપાર્ટમેન્ટ જામનગર

(2) વિજય મોહનભાઇ કટારમલ જાતે-કચ્છી ભાનુશાળી રહે.દિલોટ 58 જામનગર

(3) નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા જાતે-મેમણ  રહે.બર્ધનચોક મુલ્લા મેડી જોષી ફળી જામનગર)

દેશ દેવી ન્યુઝ જામનગર 16. સામાન્ય રીતે દારૂનું વેંચાણ કરતા બુટલેગરો દારૂ ધૂસાડવા માટે અવ-નવા નુસખા કરતા હોય છે. પરંતુ જામનગરમાં દારૂ સપ્લાયની નવી ઓપેન્ડીમાં વેપારી નબીરા LCB હાથે ઝડપાઈ ગયાની વાત સામે આવતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામેલસમગ્ર ઘટનાની વાત કરીએ તો જામનગર એલસીબીના હેડ કોન્સ દોલતસિહ જાડેજા (દોલુભા) તથા પો.કોન્સ સુરેશભાઇ માલકીયાને માહિતી મળી હતી કે લીમડા લાઇનમાં મોબાઈલની દુકાન ધરાવતા રાહુલ રોહેરા સહિત જામનગરના ત્રણ શખ્સો મુંબઈથી વિમાન મારફત દારૂના જથ્થા સાથે જામનગર આવતા હોય તેથી એરપોર્ટ ખાતે વોંચ ગોઠવી હતી.

તેવામાં જામનગરના મોટા ઘરના ત્રણ નબીરાઓ દ્વારા જામનગરથી મુંબઇ આવતી ફ્લાઇટમાં છુપાવીને દારૂ લઇ આવતા એલસીબીના હાથે ઝડપાઇ આવ્યા છે. જામનગર એલસીબીએ તેમની પાસેથી અંગ્રેજી શરાબની 9 નાની બોટલ, પાંચ મોબાઇલ સહિત રૂા.2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ સુત્રોમાં જાણવા મળતી વિગત પ્રમાણે, જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર તાલુકાના વાવબેરાજાગામની સીમ વિસ્તારમા પ્રોહી. અને જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ દોલતસિહ જાડેજા તથા પો.કોન્સ સુરેશભાઇ માલકીયા ને મળેલ હકિકત આધારે મુંબઇ થી એરઇન્ડીયા એરલાઇન્સમાં જામનગર એરપોર્ટ ખાતે ઉતરેલ (1) રાહુલ મનોહરભાઇ રોહેરા (જાતે-સિંધી,રહે.એ-8 મહાવીર એપાર્ટમેન્ટ જામનગર (2) વિજય મોહનભાઇ કટારમલ (જાતે-કચ્છી ભાનુશાળી રહે.દિલોટ 58 જામનગર (3) નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા (જાતે-મેમણ રહે.બર્ધનચોક મુલ્લામેડી જોષી ફળી જામનગર) ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-9 કિ.રૂ.17.000/- તથા પાંચ મોબાઇલ ફોન જેની કિ.રૂ.2.30,000/- મળી ફુલ કિ.રૂ.2,47,000/- ના મુદામાલ સાથે મળી આવતા પો.કોન્સ. ફિરોજભાઇ ખફી એ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ધનશ્યામભાઇ ડેરવાળીયાએ તેમના સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, . શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા, ઠીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, , અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા. ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી. શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા ,રાકેશભાઇ ચૌહાણ ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.