જામનગર નાની રાફુડદના ચકચાર હત્યા પ્રકરણના આરોપીને ઝડપી લેતી LCB

0
2986

નાની રાફુડદના ચકચાર હત્યા પ્રકરણના આરોપીને ઝડપી લેતી એલસીબી

  • ચેલાની યુવતીને મોતને ઘાટ ઉતારનાર પ્રેમિને ગૌહાટીથી પકડી પાડતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા ૧૫ મે. ૨૩ જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયાએ પોતાની પુત્રી અર્ચનાબેન કણજારીયાનું અપહરણ કરીને લાલપુર તાલુકાના રાફુદડ ગામે લઈ ગયા પછી કોઇપણ કારણે વાદવિવાદ થતાં ભાવેશ રણછોડભાઇ સોનગરા એ અર્ચનાબેન કણજારીયા ને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી ગંભીર ઇજાઓ કરી હત્યા નિપજાવી નાશી જવા અંગેની ફરીયાદ લાલપુર પોલીસ સ્ટેશન માં નોંધાવી હતી. જેથી લાલપુર પોલીસે ઇપીકો કલમ-302 મુજબનો ગુનો નોંધ્યો હતો.

જે ફરારી આરોપીને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂએ જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાધેલાને સંકલનમા રહી, ત્વરીત પકડી પાડવા એલ.સી.બી. પોલીસ ઇન્સ જે.વી.ચૌધરી ને સૂચના આપી હતી. જેથી એલ.સી.બી.ના પો.સ.ઇ. આર.કે.કરમટા,પો.સ.ઇ એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ પી.એન.મોરી તથા એલ.સી.બી. ના સ્ટાફ ની ટીમો કાર્યરત કરી, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી, જરૂરી વર્કઆઉટ કરવામા આવ્યું હતું. દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, યશપાલસિંહ જાડેજા ઓને ખાનગી રાહે હકિકત મળી હતી કે, અર્ચનાબેન કણજારીયાની હત્યા માં સંડોવાયેલો આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા આસામ રાજયના ગુહાહાટી શહેરમા હોવાની હકિકત મળી હતી.

જેથી આરોપી ભાવેશ સોનગરા ને હસ્તગત કરવામાટે તપાસનો આસામ રાજ્ય સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી આરોપીને ઝડપી લેવાયો હતો. જે આરોપીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે બોલાચાલી થતાં આરોપીએ આવેશમા આવી અર્ચનાબેન ને ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી શરીરે ગંભીર ઇજાઓ કરી,હત્યા નિપજાવ્યાની કબુલાત આપી હતી, અને તેનો લાલપુર પોલીસને સોપી દીધો છે. ચેલા ગામની સતવારા યુવતી અર્ચનાબેન ની હત્યા કરનાર આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા (ઉવ. 33 રહે. મોટી રાફુદળ -લાલપુર) કે જે અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ ધરાવતો હોય, અર્ચનાબેન ના જન્મ દિવસની કેક કાપવા માટે નાનીરાફુદળ ગામે સાથે લઇ જઇ,દરમ્યાન મરણજનાર સાથે, લગ્ન કરવા બાબતે બોલાચાલી-તકરાર થતાં આવેશમા આવી, અર્ચનાબેન ને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી ઇજા કરી હત્યા નિપજાવી પોતે નાશી ગયો હતો.

જે હત્યા પછી પીરલાખાસર, જામખંભાળીયા, દ્રારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઇ,ગોવા, પુના, મુંબઇ, દિલ્હી, ગૌહાટી (આસામ) વિગેરે અલગ અલગ સ્થળે સંતાતો ફરતો હતો, દરમ્યાન LCB દ્રારા, ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી,આસામ ના ગૌહાટી શહેરમાથી ઝડપી પાડયો છે.